- યોગ એક પ્રક્રિયા છે જે આખી સિસ્ટમને એવી રીતે બદલે છે કે સ્વાસ્થ્ય અને સુખાકારી અંદરથી આવે છે. સૌથી વિશેષ, તે શારીરિક, માનસિક અને પ્રાણિક (ઊર્જા) પ્રણાલીઓને એ રીતે સીધમાં લાવે છે
યોગ કસરત નથી, યોગને બસ કસરતના એક રૂપ તરીકે ગણવું હાસ્યાસ્પદ છે કારણ કે યોગની પ્રક્રિયામાં બસ શરીરના સ્નાયુઓ અને હાડકાંની કસરત જ સામેલ નથી, પણ શરીરના આંતરિક અંગો અને અનૈચ્છિક પ્રણાલીઓની કસરત પણ સામેલ છે. આપણી અંદર જે અનૈચ્છિક છે, તેને સ્વૈચ્છિકમાં લાવવાની આ એક પ્રક્રિયા છે.
જેથી તમે સિસ્ટમ પર મહારત પ્રાપ્ત કરી શકો છો – પછી ધીમે ધીમે તમારી સિસ્ટમની અંદરની બધી વસ્તુઓ અજાગરૂક કે વિવશતાથી થવાના બદલે જાગરૂકતાથી થવા લાગે છે.
યોગ એક પ્રક્રિયા છે જે આખી સિસ્ટમને એવી રીતે બદલે છે કે સ્વાસ્થ્ય અને સુખાકારી અંદરથી આવે છે. સૌથી વિશેષ, તે શારીરિક, માનસિક અને પ્રાણિક (ઊર્જા) પ્રણાલીઓને એ રીતે સીધમાં લાવે છે કે આપણી અંદર રહેલા સર્જનના સ્ત્રોતને અભિવ્યક્તિ મળે છે. એટલે યોગ એ બસ એક કસરત નથી, તે મનુષ્યને પૂરેપૂરા ઉન્નત કરવાની અને તેની ઊર્જાઓમાં ફેરફાર કરવાની એક પ્રક્રિયા અને પ્રણાલી છે જેથી લોકો તેમનામાં રહેલી સૌથી ઉચ્ચી ક્ષમતા પ્રાપ્ત કરી શકે.
યોગને એક કસરતના રૂપમાં ગણવો કે પછી યોગની સરખામણી કોઈ અન્ય કસરતની સિસ્ટમ સાથે કરવી, તે સાવ સંદર્ભથી બહારની વાત છે. જ્યારે આપણે ફિટનેસની વાત કરીએ છીએ તો તે અલગ અલગ જરૂરિયાતો માટે ઘણા પ્રકારની હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક કુસ્તીબાજને એક પ્રકારની ફિટનેસ જરૂરી હોય છે. રસ્તા પર કામ કરતા કામદારને એક અલગ પ્રકારની ફિટનેસની જરૂર હોય છે. એક એક્ઝિક્યુટિવને અલગ સ્તરની ફિટનેસની જરૂર હોય છે. એક એથલીટને બીજા પ્રકારની ફિટનેસની જરૂર હોય છે. દરેક માટે ફિટનેસ એક જેવી નથી હોતી. બસ મસલ્સ મોટા કરવા અને શરીરને મજબૂત કરવું એ જ ફિટનેસ નથી. ફિટનેસનો અર્થ છે કે તમારો દરેક આયામ પૂરેપૂરી ક્ષમતાથી કાર્ય કરે છે. એટલા માટે, યોગ પ્રણાલી વ્યક્તિને તેની પરમ સંભાવના સુધી લઈ જવા અને તેની પરમ ક્ષમતાને સાકાર કરવા પર કેન્દ્રિત છે.
યોગ પ્રક્રિયાઓની સૌથી સારી વાત એ છે કે તમને તેમાં કોઈ પણ ઉપકરણ કે કોઈ બીજાની મદદની જરૂર નથી. બસ તમે છો, એ પૂરતું છે. તમારી પાસે બસ ત્રણ બાય છ ફુટની જગ્યા હોવી જોઈએ જ્યાં તમે સિસ્ટમ માટે જરૂરી બધા પ્રકારની કસરત કરી શકો. જ્યારે તમે યોગનો અભ્યાસ કરો છો, તો તે તેના પોતાનામાં એક સંપૂર્ણ સિસ્ટમ છે.