અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપ સાથે વિવાદમાં પડવુ એ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને મોંઘુ પડ્યુ છે. ટ્રંપનું ફેસબુક એકાઉન્ટ માર્ક ઝુકરબર્ગે સસ્પેંડ કર્યુ હતુ. જે બાદ તેની માર્ક ઝુકરબર્ગની ખૂબ ટીકાઓ થઇ હતી. હવે આ વિવાદ સમાપ્ત થવાના આરે છે. ત્યારે હોબાળા માટે કેટલા કરોડમાં શાંત થયો છે તેના પર એક નજર કરીએ. મહત્વપૂર્ણ છે કે ટ્રંપે અગાઉ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટના સેંસર થવા પર ઘણો હોબાળો કર્યો હતો.
શુ છે વિવાદનું કારણ ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપનું ફેસબુક અકાઉંટ બંધ કરાતા વિવાદના વંટોળ ઉભા થયા છે. આ વિવાદમાં પડવુ એ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને મોંઘુ પડ્યુ છે. હવે મેટા કંપની ટ્રંપને 216 કરોડ રૂપિયા આપીને આ હંગામો શાંત કરશે. 6 જાન્યુઆરી 2021ના રોજ ટ્રંપ સમર્થકોએ હોબાળો કર્યો હતો. અકાઉંટ બંધ કરાતા ટ્રંપે દાવો કર્યો હતો કે US કેપિટલ રમખાણો બાદ તેમના ફેસબુક અને ઇંસ્ટાગ્રામ અકાઉંટ તરફથી તેઓ પર ખોટી રીતે આરોપ લાગ્યા હતા. અને તેઓને સેંસર કરાયા હતા.
માર્ક ઝુકરબર્ગ સાથે થઇ મિત્રતા
6 જાન્યુઆરી 2021ના રોજ ટ્રંપ સમર્થકોના હોબાળા બાદ જે રીતે રાષ્ટ્રપતિના સોશિયલ મીડિયાના અકાઉંટ સેંસર કરાયા છે. તે બાદ વિવાદનું વંટોળ ઉઠ્યુ હતુ. પરંતુ હવે જ્યારે ટ્રંપ અમેરિકાના બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા છે તે બાદ ચેક જગતના દિગ્ગજો તેમની સાથે મિત્રતા કરતા જોવા મળી રહ્યા છે. ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે માર્ક ઝુગરબર્ગ સાથે હાથ મિલાવ્યો છે તો બીજી તરફ વોશિંગટનમાં આયોજિત ટ્રંપના હસ્તે ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન માર્ક ઝુગરબર્ક ઉપસ્થિત રહ્યા હતા.
માર્ક ઝુકરબર્ગે ટ્રંપનું કર્યુ હતુ સમર્થન
અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન એલોન મસ્કની સાથે માર્ક ઝુકરબર્ગે પણ ડોનાલ્ડ ટ્રંપનું સમર્થન કર્યુ હતુ. પોતાના ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન ટ્રંપે અમેરિકી કંપનીઓને આગળ વધારવાના વચનો આપ્યા છે. જે બાદ અમેરિકાના કારોબારીઓ ટ્રંપના સમર્થનમાં જોવા મળ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપનું ફેસબુક
અકાઉંટ બંધ કરાતા વિવાદના વંટોળ ઉભા થયા છે. આ વિવાદમાં પડવુ એ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને મોંઘુ પડ્યુ છે. હવે મેટા કંપની ટ્રંપને 216 કરોડ રૂપિયા એટલે કે 25 મિલિયન ડૉલર આપીને વિવાદ શાંત કર્યો છે. અમેરિકી અખબારના જણાવ્યા મુજબ, આ સમજોતાને ટ્રંપની જીત માનવામાં આવી રહી છે. 22 મિલિયન ડૉલર ટ્રંપની ભાવિ લાઇબ્રેરીના વધારા માટે વપરાશે. તો બાકીની રકમ અન્ય કાર્યક્રમો ઉપયોગી સાબિત થશે.


