ડૉલર સામે રૂપિયા ઐતિહાસિક સપાટીએ ગગડ્યો છે. જેના કારણે ભારતીયોની મુશ્કેલીઓ વધશે. મોંઘાવારીનો માર સહન કરતી જનતા પર આસમાન તૂટી પડ્યા જેવો માહોલ સર્જોયો છે. ટૈરિફ વોરના કારણે દેશમાં મોંધવારી વધવાની આશંકા છે. ડોનાલ્ડ ટ્રંપની ટૈરિફ વોર દુનિયાના લોકતંત્રને અસર કરી રહી છે. ભારતીય ચલણ 44 પૈસા નીચે ગગડીને 87.9400 પ્રતિ ડૉલરના ઐતિહાસિક નીચલા સ્તર પર પહોંચ્યો છે.
રૂપિયો ગગડતા આ વસ્તુઓ થઇ શકે છે મોંઘી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપના સ્ટીલ અને એલ્યૂમિનિયમ ઇંપોર્ટ પર 25 ટકા ટૈરિફ લગાવવાની જાહેરાત બાદ રૂપિયો ગગડ્યો છે. રૂપિયો ઐતિહાસિક સપાટીએ આવ્યા બાદ ભારતીય શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મેટલ સેગમેંટના શેયરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજો વધશે. આયાત થનાર વસ્તુઓની ડ્યુટી મોંઘી થશે. જેના કારણે મોંઘવારી વધશે. અને જો ડલર મોંઘો થશે તો આયાતી વસ્તુઓ પર વધુ ખર્ચ વધશે. તો સાથે જ પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત મોંઘી થશે. જેના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભડકો જોવા મળશે. તો બીજી તરફ, ઇલેક્ટ્રીક ઉપકરણો જેવા કે, મોબાઇલ, ફ્રીજ, ટીવી વગેરના ભાવ પણ આસમાને પહોંચશે. વિદેશીમાં શિક્ષા મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદેશ યાત્રા માટે ટ્યુશન ફીસ તથા વસવાટનો ખર્ચ પણ વધશે.
આ ક્ષેત્રમાં પણ મોંઘવારી આપશે દસ્તક
રૂપિયો ગગડતાની સાથે આયાતી વસ્તુઓ પર નિર્ભર બિઝનેસમાં પણ પડકારો વધશે. કારણે કે, ઇનપુટ કોસ્ટ વધવાની સાથે પ્રોફિટ માર્જિન પર પણ અસર જોવા મળશે. વિદેશી મુદ્રામાં વ્યાજ લેનાર કંપનીઓને વધુ કિંમત ચુકવવી પડશે. નિકાસ કરનાર વેપારમાં થોડો ફાયદો જોઇ શકાય છે. જેમ કે, આઇટી, ફાર્મા, જેમ્સ એંડ જ્વેલરી જેવા ક્ષેત્રમાં લાભ થવાની સંભાવના જોઇ શકાય છે.


