અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ અમેરિકામાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર એકવાર ફરીથી હુમલાનો પ્રયાસ થયો છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીએ જણાવ્યું કે તેઓ આ હુમલાની તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ આ અઠવાડિયે વેસ્ટ કોસ્ટના પ્રવાસથી પરત ફલોરિડા આવ્યા હતા તેમ દરમ્યાન આ ઘટના સર્જાઈ હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત
ટ્રમ્પની પ્રચાર ટીમ અને ગુપ્તચર સેવાએ આ જાણકારી આપી છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ સંપૂર્ણ રીતે સલામત છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાની સૂચના નથી. એફબીઆઈએ પણ જાણકારી આપી હતી કે ટ્રમ્પ પર તેના ફ્લોરિડા ગોલ્ફ ક્લબમાં હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર સવારના સમયે ગોલ્ફ રમે છે, જ્યારે બપોરનું ભોજન ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ વેસ્ટ પામ બીચમાં કરે છે. વહીવટી તંત્ર અને અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગોળીબાર ટ્રમ્પના પામ બીચ ગોલ્ફ કોર્સ પાસે ચલાવાઈ હતી કે મેદાનમાં.
કમલા હેરિસની પ્રતિક્રિયા
ડોનાલ્ડ ટ્રમ્પની નજીક થયેલા હુમલાને લઈ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસની પ્રતિક્રિયા સામે આવી છે. કમલાએ જણાવ્યું કે, તેને ફલોરિડામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેની સંપત્તિ પાસે ગોળીબારના ખબર સામે આવ્યા છે. તેને ખુશી છે કે ટ્રમ્પ સુરક્ષિત છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. જ્યારે વ્હાઈટ હાઈસની જેમ કહેવાયું કે તેને આ જાણીને રાહત મળી છે કે ટ્રમ્પ સુરક્ષિત છે.
ટ્રમ્પ ઉપર પહેલા પણ હુમલો થયો હતો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમેરિકાના પેન્સિલવેનિયામાં 13 જુલાઈએ એક ચૂંટણી રેલીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અને બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક ગોળી ટ્રમ્પના જમણા કાનને વીંધતી નીકળી ગઈ હતી. જ્યારે રેલીમાં સામેલ એક વ્યકિત પણ મોતને ભેટયો હતો. આ ઉપરાંત બે બીજી વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.


