- અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે
- રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં જો બાઈડેન અને ટ્રમ્પ સૌથી ટોચ ઉપર
- ડોનાલ્ડ ટ્રમ્પે હજારો ઈમિગ્રન્ટસનો ચૂંટણીમાં મુદ્દો ઉઠાવ્યો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ-2024ના રાષ્ટ્રપતિ પદની રેસમાં રિપબ્લિકન ઉમેદવાર છે. તેમને વાયદો કર્યો છે કે જો તેઓ ફરી શાસનમાં આવશે તો અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો ડિપોર્ટેશન અભિયાન ચલાવવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું, ‘મારા નવા વહીવટના પ્રથમ દિવસે, અમે અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી દેશનિકાલ અભિયાન શરૂ કરીશું. અમારી પાસે કોઈ વિકલ્પ નથી.
મિશગરમાં એક જાહેર સંમેલનમાં સંબોધન કરતા ટ્રમ્પે ટેકોદારોને કહ્યું કે, નવેમ્બરમાં ચૂંટણીમાં એવા રાષ્ટ્રપતિ માટે વોટ કરવાનું આહ્વાન કહ્યું કે જે કટ્ટરપંથી ઈસ્લામી આતંકવાદીઓને દેશથી બહાર કાઢી દે. તેમને કહ્યું કે નવેમ્બરમાં દરેક વોટર માટે વિકલ્પ સ્પષ્ટ છે. તમારી પાસે એવા રાષ્ટ્રપતિ હોઈ શકે જે હજારો કટ્ટરપંથી ઈસ્લામી આતંકીઓને આપણા દેશમાં આવવા દે અથવા તમે એવા રાષ્ટ્રપતિને ચૂંટો જે આવા કટ્ટરપંથી ઈસ્લામી આતંકીઓને આપણા દેશમાંથી ખદેડી દે.
ટ્રમ્પ સમર્થકોએ બિડેન પર હુમલો કર્યો
ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રિપબ્લિકન કેમ્પ ‘માઇગ્રન્ટ આક્રમણ’ને હાઇલાઇટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ટ્રમ્પ અને તેમના સમર્થકો ચૂંટણી પહેલા એક વાર્તા બનાવી રહ્યા છે કે ડેમોક્રેટિક પ્રમુખ જો બિડેને ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકા આવવાનું સરળ બનાવ્યું છે. તે ઘણીવાર ઇમિગ્રન્ટ્સ દ્વારા કરવામાં આવતા ગુનાઓને “બિડેન ઇમિગ્રન્ટ ગુનાઓ” તરીકે ઉલ્લેખ કરે છે.
ચૂંટણી પહેલા ઘણીવાર ટ્રમ્પે પોતાને પોતાની ઈમિગ્રન્ટ વિરોધી નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. શનિવારે આઈએસઆઈએસ સાથે શંકાસ્પદ સંબંધ ધરાવતા આઠ લોકોની તાજેતરમાં થયેલી ધરપકડને પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આપણો દેશ કદી પણ આવા ખતરામાં નથી રહ્યો. જેવો અત્યારે છે. તેમને દાવો કર્યો કે હજારો આતંકવાદી અમેરિકામાં ફરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, અમારો દેશ ઘણા વર્ષોથી આની ભારે કિંમત ચુકવી રહ્યો છે.
એપ્રિલમાં તેમને અમેરિકામાં ઈમિગ્રન્ટને જનાવર કહ્યા હતા અને પોતાના પાછલા આરોપને દોહરાવતા કહ્યું કે અમારા દેશના લોહીમાં ઝેર ભેળવી રહ્યા છે. ટ્રમ્પના આ ટીકાની આકરી ટીકા થઈ હતી.
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે શું માપદંડ?
અમેરિકાના બંધારણ અનુસાર, ઉમેદવાર 35 વર્ષ અથવા આનાથી વધુની ઉંમરનો હોવો જોઈએ. તેમજ નેચરલ બોર્ન નાગરિક હોવો જોઈએ. જે ત્યાં ઓછામાં ઓછા 14 વર્ષથી રહેતો હોય. કેટલાક અમેરિકી રાજ્યમાં ગુનેગારોને સ્થાનિક ચૂંટણીમાં ભાગ નથી લેવા દેવાતો. પરંતુ ફેડરલ ઓફિસ માટે આવું નથી.
મહત્ત્વનું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં હશ મની કેસમાં દોષિત જાહેર થયા છે. આ કેસમાં 12 સભ્યોની જ્યૂરીએ તેમને તમામ 34 આરોપમાં દોષિત ઠેરવ્યા છે. અમેરિકાના ઈતિહાસમાં એવું પ્રથમવાર થયું કે જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ગુનાહિત કેસ ચલાવવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર વર્ષ-2016માં થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રહેવાના બદલામાં પૈસાની ચુકવણી કરવાની વાત સંતાડવા તેમજ કારોબારી રેકોર્ડમાં ચેડાં કરવાના 34 આરોપ હતા. ટ્રમ્પ આ તમામ આરોપોમાં દોષિત જોવા મળ્યા હતા.


