જગત જમાદાર બની બેઠેલા એવા અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા એકવાર ફરીથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રવિવારે ફ્લોરિડામાં તેઓને મારવાનો પ્રયાસ થયો હતો. જેમાં ટ્રમ્પનો આબાદ બચાવ થયો છે. આ આખા મામલામાં 58 વર્ષીય એક શંકાસ્પદને સિક્રેટ સર્વિસના એજન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોર પાસેથી એકે-47 રાઈફલ જપ્ત કરવામાં આવી છે. જેમાં એક સ્કોપ અને પ્રો-કેમેરા ફિટ કરેલો હતો. અગાઉ પણ ચૂંટણી રેલીમાં ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ થયો હતો.


