અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાણકારી આપી છે કે તે ચીનના અધિકારીક પ્રવાસ પર જઇ રહ્યા છે. ટ્રમ્પે કહ્યુ કે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા આપવામાં આવેલા નિમંત્રણને સ્વીકાર કરી લીધુ છે. ટ્રમ્પે સોમવારે જણાવ્યુ કે તે આગામી એપ્રિલ 2026માં બીજિંગની યાત્રા કરશે.તેમણે આ જાણકારી સોમવાર સવારે શી જિનપિંગની સાથે ફોન પર વાતચીત કર્યા બાદ આપી છે.
શી જિનપિંગને પણ આમંત્રણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ ચીનની યાત્રા પછી થોડા સમયમાં જ અમેરિકા ખાતે શી જિનપિંગની મેજબાની કરશ ટ્ર્મ્પે જણાવ્યું કે તેમણે આગામી વર્ષની અંતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને અમેરિકાની રાજકીય (State) મુલાકાત માટે આમંત્રિત કર્યા છે. બંને નેતાઓએ ફોન કોલ દરમિયાન યુક્રેન, ફેન્ટેનાઇલ અને સોયાબીન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. લગભગ એક મહિના અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં સામસામે મુલાકાત પણ થઈ હતી.
ચીને શું જણાવ્યું?
શી જિનપિંગ સાથેની વાતચીત બાદ ટ્રંપે કહ્યું “ચીન સાથે અમારા સંબંધો અત્યંત મજબૂત છે.તે પહેલાં ચીને પણ બંને નેતાઓ વચ્ચેની ફોન પરની વાતચીતની માહિતી આપી હતી. ચીનએ જણાવ્યું કે બંનેએ વેપાર, તાઇવાન અને યુક્રેન પર ચર્ચા કરી છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિનહુઆએ કહ્યું કે, શી જિનપિંગે ફોન પર ટ્રંપને કહ્યું કે તાઈવાનનું મુખ્ય ભૂમિ ચીનમાં પુનરાગમન, દ્વિતીય વિશ્વ યુદ્ધ પછીની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
જાપાનની વડાપ્રધાન સાને તકાઈચીએ તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે જો ચીન તાઈવાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરે છે, તો જાપાનની સેના તેમાં હસ્તક્ષેપ કરી શકે છે. તાઈવાન એક સ્વશાસિત ટાપુ છે, જેના પર ચીન પોતાનો હક્કનો દાવો કરે છે. શિનહુઆ એજન્સી અનુસાર શી જિનપિંગે ફોન પર કહ્યું કે ચીન અને અમેરિકા, જેમણે યુદ્ધ દરમિયાન એક સાથે લડાઈ લડી હતી, તેમને મળીને દ્વિતીય વિશ્વ યુદ્ધના વિજયના પરિણામોની રક્ષા કરવી જોઈએ.


