ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક મિત્રોમાંથી દુશ્મનો બન્યા હોય તેવા સમાચાર વહેતા થયા છે. આ બને વચ્ચે શુ સાચે જ કોઇ તિરાડ પડી છે?. અને જો આ વાત સત્ય હશે તો કોણે મોટી કિંમત ચૂકવશે? તે મામલે ચર્ચા જોર પકડશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે તણાવની ખબરોએ એક અલગ જ વંટોળ ઉભુ કર્યુ છે. યુએસ ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે જે નિકટતા દેખાતી હતી તે હવે કદાચ ગાયબ થઈ ગઈ છે.
બ્રિટિશ પીએમ વિશે અલગ મત
ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે કંઈક બરાબર ચાલી રહ્યું નથી. બંને વચ્ચે અનેક વખત મતભેદો સામે આવ્યા છે. તાજેતરમાં, એલોન મસ્કે ટ્રમ્પના સ્ટારગેટ યોજનાની ટીકા કરી હતી અને હવે ટ્રમ્પે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અંગે મસ્કના વિચારોથી અલગ નિવેદન આપ્યું છે. આ દર્શાવે છે કે હવે કદાચ બંને વચ્ચે પહેલા જેટલી નિકટતા રહી નથી. એક ઇન્ટરવ્યુમાં, ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનના લેબર પાર્ટીના વડા કીર સ્ટારમરની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતુ કે, સ્ટાર્મરે અત્યાર સુધી ખૂબ સારું કામ કર્યું છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓને તે ખૂબ ગમે છે, તે ખૂબ સારું કામ કરી રહ્યા છે. હું પણ ટૂંક સમયમાં તેમની સાથે વાત કરીશ. જ્યારે એલોન મસ્ક ઘણીવાર સ્ટારમરની ટીકા કરતા રહ્યા છે. એલોન મસ્કે બ્રિટનમાં ગ્રુમિંગ કૌભાંડ માટે વડા પ્રધાન પર દોષારોપણ કર્યું હતું અને કહ્યું હતું કે તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ. મસ્કે સ્ટાર્મર પર બ્રિટનમાં નાણાકીય કટોકટી સર્જવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, કોઈ તેમના પર વિશ્વાસ કરતું નથી. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પને સ્ટાર્મરના નેતૃત્વમાં વિશ્વાસ એમ કહ્યુ હતુ. ટ્રમ્પ કહે છે કે કીર સ્ટાર્મર એક ઉદારવાદી છે. તેઓ તેમનાથી થોડો અલગ છે પણ ખૂબ જ સારા વ્યક્તિ છે.
એલોન મસ્કે પ્રશ્નો ઉઠાવ્યા
અગાઉ, એલોન મસ્કે જાહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પની સ્ટારગેટ યોજના પર સવાલ ઉઠાવ્યા હતા. હકીકતમાં, ટ્રમ્પે અમેરિકાને AI માં આગળ રાખવા માટે સોફ્ટબેંકના CEO માસાયોશી સન, ઓપનએઆઈના CEO સેમ ઓલ્ટમેન અને ઓરેકલના ચેરમેન લેરી એલિસન જેવા દિગ્ગજો સાથે મળીને $500 બિલિયનનું રોકાણ કરવાની યોજના બનાવી છે. મસ્ક આ વાતથી ખૂબ ગુસ્સે છે. તેમણે X પર તેની ટીકા કરી અને લખ્યું કે ટેક ઉદ્યોગ કંપનીઓ પાસે આ પ્રોજેક્ટ માટે પૈસા નથી.


