અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એલન મસ્ક માટે ઓવલ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસિએન્સી દ્વારા તેમના ફેરવેલ પર આયોજીત કરવામાં આવી હતી. આ ત્યારે થયુ જ્યારે મસ્કે ટ્રમ્પના વહીવટી શાસનમાં 130 દિવસ પસાર કર્યા. જેમાં હજારો સિવિલ સેવકોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા. અમેરિકનોએ પર્સનલ ડેટાના દુરઉપયોગને લઈને ઘણા કેસ કર્યા હતા.
પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેલ્સાના સીઈઓને અત્યાર સુધીના દુનિયાના બિઝનેસમેનોમાંથી એક ગણાવ્યા. યુએસ રાષ્ટ્રપતિએ પેઢીઓમાં સૌથી વ્યાપક અને પરિણામલક્ષી સરકારી સુધારા કાર્યક્રમનું નેતૃત્વ કરવા બદલ મસ્કની પણ પ્રશંસા કરી.
આ ચાવી ખાસ કેમ છે?
એલન મસ્કના ખૂબ વખાણ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેસ્લાના સીઈઓને એક સોનાની ચાવી ગિફ્ટ કરી હતી. આ મોટી ચાવી એક લાકડાના બોક્સમાં હતી અને આ ચાવી સંયુક્ત રાજ્ય અમેરિકાના 45માં રાષ્ટ્રપતિના રુપમાં તેમના પાછલા કાર્યકાળની છે. એ ખાસ એટલા માટે છે કે તે ચાવી વ્હાઈટ હાઉસની છે.
2022માં આવેલા બ્રેકિંગ હિસ્ટ્રી નામના પુસ્તકમાં ટ્રમ્પના જમાઈ અને પૂર્વ દિગ્ગજ સલાહકાર જેરેડ કુશનરે જણાવ્યું હતું કે કેવી રીતે 2020માં ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહુ માટે પણ આ ચાવી બહાર કાઢી હતી. તેને ચાવી આપતી વખતે ટ્રમ્પે નેતન્યાહૂને કહ્યટું હતું કે આ ચાવી એક ખાસ ચાવીનું પ્રતિક છે. જે મેં પ્રધાનમંત્રી અને ઈઝરાયલની પ્રથમ મહિલાને આપી હતી.