- અમેરિકામાં વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારથી ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે
- એક રેલીમાં ટ્રમ્પ પ્રદર્શનકારીઓ પર વિફર્યા
અમેરિકાના આયોવામાં રવિવારે આયોજિત પ્રદર્શનકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીને થોડાક સમય માટે રોકાવું પડયું હતું. ટ્રમ્પ આ રેલીમાં હાજર હતા ત્યારે એક મહિલાએ બૂમ પાડી, ‘તમે લાખ લીધા છે!’ જેના જવાબમાં પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થકોએ ‘ટ્રમ્પ-ટ્રમ્પ’ના નારા લગાવવા માંડ્યા. ટ્રમ્પે પણ વિરોધ કરી રહેલી મહિલાને જવાબ આપ્યો અને કહ્યું, ‘તમારી માતા પાસે પાછા જાઓ, ખૂબ જ યુવાન અને અપરિપક્વ.’ તમને જણાવી દઈએ કે જ્યારે ટ્રમ્પ 2016માં રાષ્ટ્રપતિ પદની રેસમાં હતા ત્યારે તેમના કાર્યક્રમો નિયમિતપણે વિરોધીઓ દ્વારા ખોરવાઈ જતા હતા.
આમ છતાં થોડા સમય બાદ વધુ એક પ્રદર્શનકારી આવ્યો, જેના હાથમાં એક કાળા અને પીળા રંગનું બેનર હતું, જેની પર લખ્યું હતું ટ્રમ્પ ક્લાઈમેટ ક્રિમિનલ. એવું કહેય છે કે પ્રદર્શનકારીઓના આ ગૃપે ગત અઠવાડિયે ફલોરિડાના ગવર્નરના એક કાર્યક્રમમાં પણ વિઘ્ન નાખ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ રામાસ્વામી પર ભડક્યા
આયોવા કોકસ પહેલા ટ્રમ્પે પ્રથમ વખત જાહેરમાં તેમના પ્રતિસ્પર્ધી વિવેક રામાસ્વામીની ટીકા કરી હતી. આ વર્ષના અંતમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન મેળવવા માટે રામાસ્વામી ટ્રમ્પને સખત સ્પર્ધા આપી રહ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિકો નામાંકન મેળવવા માટે ‘છેતરપિંડીભરી ઝુંબેશની રણનીતિ’ અપનાવી રહ્યા છે.
પૂર્વ રાષ્ટ્રપતિની આ ટિપ્પણી રામાસ્વામી દ્વારા કરેલી અનેક ટિપ્પણી અને પોસ્ટ કર્યા પછી આવી છે. રામાસ્વામીની ટિપ્પણીથી ટ્રમ્પ અને તેની ટીમ નારાજ છે. રામાસ્વામીના અભિ


