અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ધમકી બાદ પણ ભારતીય કંપનીઓ ટ્રેંશન ફી જોવા મળી રહી છે. આ કંપનીઓનો અમેરિકામાં 20 ટકા H-1B Visa પર પોતાનો કબ્જો છે. USAમાં Indian IT Companies તમામ હોબાળાની વચ્ચે પોતાના કર્મચારીઓ સાથે શાંતિથી કામ કરી રહી છે. ડોનાલ્ડ ટ્રંપ અમેરિકામાં ફરી સત્તા પર આવતા H-1B Visa Crisisના કારણે દુનિયાભરમાં હલચલ દેખાઇ રહી છે. અમેરિકામાં બીજા દેશોમાંથી પ્રોફેશનલ્સ લોકોને હાયર કરવા બાબતે સંકટના વાદળો જોવા મળી રહ્યા છે.
H-1B Visa Crisisની ગાજ
અમેરિકામાં બીજા દેશોમાંથી પ્રોફેશનલ્સ લોકોને હાયર કરવા બાબતે છટણી જોવા મળી રહી છે. આ કાર્યવાહીના કારણે કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. પરંતુ અમુક ભારતીય આઇટી કંપનીઓ આ ચિંતામાંથી મુક્ત છે. કારણ કે, આ આઇટી કંપનીઓમાં ખૂબ ઓછા પ્રોફેશનલ્સ અમેરિકાની બહારના લોકો છે. અને આવા સમયમાં ભારતીય કંપનીઓ બહારના લોકો પર વધઉ નિર્ભર પણ નથી. તેથી કંપનીને કોઇ ચિંતા નથી કે તેના કર્મચારીઓ પર H-1B Visa Crisisની ગાજ પડશે અને તેમના કામને કોઇપણ પ્રકારની અસર થશે. તો સાથે વધુ સંકટ પેદા થાય તો ભારતીય કંપનીઓ પોતાના કામને ભારત સ્થિત વર્કસ્ટેશનમાં ટ્રાંસફર કરી શકે છે.
TCS, Infosys કંપનીઓ મળીને લે છે 20 ટકા એચ-1બી વીઝા
મની કંટ્રોલની રિપોર્ટ મુજબ વર્ષ 2024માં અમેરિકામાં એપ્રૂવ થયેલી કુલ એચ-વન-બી વીઝામાં ટીસીએસ અને ઇંફોસીસની 20 ટકા ભાગીદારી છે. આ સિવાય એચસીએલ, ટેક મહિંદ્રા અને વિપ્રો જેવી કંપનીઓ પણ અમેરિકામાં મોટું સ્થાન ધરાવે છએ. પરંતુ નોર્થ અમેરિકાના પોતાના કોર માર્કેટમાં આ ફોરને પ્રોફેશનલ પર વધુ નિર્ભર નથી. અમેરિકાના સૌથી મોટા સોફ્ટવેયર એક્સપોર્ટર ટીસીએસની લગભગ અડધી કમાણીનો સ્ત્રોત નોર્થ અમેરિકા છે. ત્યારે અમેરિકાના વર્કફોર્સમાંથી અડધી નિયુક્તિ ત્યાંના સ્થાનીય સ્તર પર કરવામાં આવી છે. ટીસીએસના એમડી કૃતિવાસનના જણાવ્યા મુજબ, એચ-1બી વીઝાના કડક વલણની સામે આ કંપનીઓ ટેંશન ફ્રી જોવા મળી રહી છે.
H-1B Visa Crisis મુદ્દે કેમ થઇ રહ્યો છે હોબાળો ?
H-1B Visa, કંપનીઓને સાયંસ, ટેક્નોલોજી, એન્જિનિયરીંગ અને મેથેમેટિક્સ જેવી ફિલ્ડમાં વિદેશના તજજ્ઞોને પોતાની સાથે કંપનીમાં કામ કરવો મોકો આપે છે. ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓએ સ્થાનિકોને રોજગારી પુરુ પાડવા માટે આહવાહન કર્યુ છે. અને સાથે જ H-1B Visa અંગે પણ સ્થિતીમાં હલચલ જોવા મળી રહી છે. પોતાના આગામી કાર્યકાળ બાદ વર્તમાન સ્થિતિમાં અમેરિકાના બીજાવાર રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રંપે ઇમિગ્રેશન મુદ્દે આકરુ સ્વરૂપ દર્શાવ્યુ છે.


