ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપના આકરા નિર્ણયો સામે આવ્યા છે. અને આ આદેશો પર અમલ પણ શરુ કરાયો છે. ત્યારે આ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને એક એવા સ્થળે રાખવામાં આવશે જેને અમેરિકન લોકો નર્ક કહે છે. નર્ક જેવી જગ્યા જેલ છે. જ્યાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને મોકલવામાં આવશે. આ જેલનું નામ ગ્વાંતાનામો છે. જે નર્ક શબ્દનો પર્યાય છે.
ડૉનાલ્ડ ટ્રંપના આદેશોની કેવી જોવા મળશે અસર ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના તેવર દિવસેને દિવસે વધુ સખ્ત થઇ રહ્યા છે. તે આ મામલે કોઇપણ પ્રકારની શાંતિ નથી ઇચ્છતા. અને આ મામલાને વધુ ઉગ્ર બનાવી રહ્યા છે. આ તમામની વચ્ચે ટ્રંપે કહ્યુ છે કે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને દુનિયાની સૌથી ખતરનાક જેલ ગ્વાંતાનામો રાખવામાં આવશે. આ જેલનો ઉપયોગ 9-11 હુમલા બાદ આતંકવાદીઓને મુકવા માટે કરાયો હતો. આ જેલને નર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ જેલને કારણે અમેરિકાને ઘણીવાર ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે. ટ્રંપે વ્હાઇટ હાઉસમાં જણાવ્યુ હતુ કે, એક કાર્યકારી આદેશ માટે તેઓ હસ્તાક્ષર કરી રહ્યા છે. જેમાં પેંટાગન અને હોમલેંડ સુરક્ષા વિભાગને દેશ કર્યા છે. ગ્વાંતાનામોની જેલમાં 30 હજાર લોકો માટે તમામ પ્રાથમિક સુવિધા આપવા માટે જણાવ્યુ છે. આ પગલા લીધા બાદ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને પકડવુ સરળ બનશે. આ દરમિયાન ટ્રંપે વ્હાઇટ હાઉસમાં મૃત્યુ પામેલા 22 વર્ષીય અમેરિકી નર્સીંગ વિદ્યાર્થી લેકન રિલેના માતા-પિતા અંગે પણ વાત કરી હતી. આ વિદ્યાર્થીનું નામ પર નવા પ્રવાસી અપરાધી બિલ અધિનિયમનું નામ મુકવામાં આવશે.
જેલમાં અપાય છે શારિરીક-માનસિક પીડા
ગ્વાંતાનામો જેલમાં શારિરીક પીડાઓની સાથે માનસિક પીડાઓ પણ અપાય છે. જેમ કે, કેદીઓને કેટલાય દિવસો સુધી સુવા દેવામાં આવતા નથી. અને સાથે જ તેમને અંધારામાં પણ રાખવામાં આવે છે. આ જેલમાં નાના-નાના રૂમ હોય છે. ગ્વાંતાનામો જેલ વર્ષ 1903માં બનાવાઇ હતી. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ જેલ બંધ કરવાની વાત કરી હતી. પરંતુ વર્ષ 2001માં આતંકી હુમલા બાદ તેને ફરી શરુ કરાઇ હતી. આ જેલમાં એવા જ લોકોને રાખવામાં આવે છે જેઓ આતંકવાદ સાથે જોડાયેલા હોય છે.


