અમેરિકાના બીજીવાર રાષ્ટ્રપતિ બનેલા ડૉનાલ્ડ ટ્રંપ પોતાના એકશન મોડ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે ટ્રંપના એક નિર્ણયના કારણે જોન એફ.કૈનેડી, રોબર્ટ એફ.કૈનેડી અને માર્ટિન લૂથર કિંગ જૂનિયરની મર્ડર મિસ્ટ્રી હલ થશે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ મર્ડર મિસ્ટ્રી મુદ્દે લોકોએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. ડૉનાલ્ડ ટ્રંપે આ તમામ રેકોર્ડ્સને સાર્વજનિક કરવા માટે અનુમતિ આપી છે. USના પૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ.કૈનેડી, રોબર્ટ એફ.કૈનેડી અને માર્ટિન લૂથર કિંગ જૂનિયરની હત્યા સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો જનતા સમક્ષ મુકવામાં આવશે.
હત્યાના દસ્તાવેજો કરાશે સાર્વજનિક
અમેરિકાના ઇતિહાસમાં એવી કેટલીક હત્યાઓ કરવામાં આવી છે. જે લાંબા સમય સુધી ચર્ચામાં રહી છે. જેમાંથી એક છે, જોન એફ.કૈનેડી, રોબર્ટ એફ.કૈનેડી અને માર્ટિન લૂથર કિંગ જૂનિયરની હત્યાનો મામલો. પરંતુ આ મામલા સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો હવે જનતા સમક્ષ મુકવામાં આવશે. જે દસ્તાવેજો લોકોની નજરોથી વર્ષો સુધી દુર હતા તે હવે જનતા જનાર્દન જોઇ શકશે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપનો આ નિર્ણય કૈનેડી બર્ધસ અને માર્ટિન લૂથર કિંગ જૂનિયરની હત્યા વિશે ચાલી રહેલા ષડયંત્રો અને અટકળોને સમાપ્ત કરવામાં મદદ કરશે.
અમેરિકાની ચર્ચિત મર્ડર મિસ્ટ્રી
જોન એફ.કૈનેડી, રોબર્ટ એફ.કૈનેડી અને માર્ટિન લૂથર કિંગ જૂનિયરની મર્ડર મિસ્ટ્રી અમેરિકામાં સૌથી મોટી રહસ્મયી ઘટનાઓમાંથી એક છે. જે મામલે અનેક અટકળો સામે આવી હતી. જે મુદ્દે સરકારી દસ્તાવેજો સાર્વજનિક કરવાની માગ ઉઠી હતી. જે બાદ અમેરિકાની સત્તા પર બીજીવાર બિરાજમાન થયેલા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અને તમામ સરકારી દસ્તાવેજો લોકો સમક્ષ મુકવા માટે આદેશ કર્યો છે. ટ્રંપે આ મામલે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતા જણાવ્યુ હતુ કે, ઘણા બધા લોકો દશકથી આ દસ્તાવેજની રાહ જોઇ રહ્યા હતા. જેમની આતુરતાનો અંગ હવે જલદી જ આવશે.
દસ્તાવેજો પર ટ્રંપના હસ્તાક્ષર
ડૉનાલ્ડ ટ્રંપે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા બાદ જણાવ્યુ હતુ કે, તેઓએ જે પેનથી હસ્તાક્ષર કર્યા હતા તે પેન રોબર્ટ એફ. કૈનેડી જૂનિયરને સોંપવામાં આવે. ટ્રંપે રોબર્ટ જૂનિયરને તેમની સરકારમાં સ્વાસ્થય મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. જોન એફ.કૈનેડી જે અમેરિકાના 35માં રાષ્ટ્રપતિ હતા. 22 નવેંબર 1963ના રોજ ડલાસ ટેક્સાસમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા મામલે ઘણી અટકળો સામે આવી હતી. હત્યાના ષડયંત્ર મામલે પણ ઘણી ચર્ચા કરાઇ હતી. વિવિધ સરકારી અને સ્વતંત્ર તપાસ હોવા છતા પણ આ હત્યાઓ મામલે કોઇ પુરાવા કે આરોપીઓ હજુ મળ્યા નથી.
હત્યા, ષડયંત્રો અને અટકળો
માર્ટિન લૂથર કિંગ જૂનિયર, કે જે અમેરિકામાં નાગરિક અધિકારી આંદોલનના પ્રમુખ હતા. તેમની એપ્રિલમાં 1968ના રોજ મેમ્ફિસ, ટેનેસીમાં લૂથર કિંગ જૂનિયરની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કિંગની હત્યાએ અમેરિકા અને દુનિયામાં સામાજિક ન્યાય માટેના સંઘર્ષને વધુ વેગ આપ્યો હતો. તો આ તરફ, રોબર્ટ એફ.કૈનેડીની પણ હત્યા કરવામાં આવી હતી. રોબર્ટ, જો જોન એફ,કૈનેડીના નાના ભાઇ હતા. અને રાજનેતા પણ હતા. તેમની કેલિફોર્નિયામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી


