“હું તમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દઉ” આ વાક્યો છે ડેનમાર્કના સાંસદના, તેઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપ માટે અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. આ ઉગ્ર વાકસંવાદ ગ્રીનલેંડ પર નિયંત્રણ માટેનો હતો. ટ્રંપે પોતાના નિવેદનોમાં આવાર-નવાર ગ્રીનલેંડ પર નિયંત્રણની વાત કરી છે. આ તમામ બાબતો વચ્ચે ડેનમાર્ક સાંસદ એંડર્સ વિસ્ટિસેને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડૉનાલ્ડ ટ્રંપે શપથ લીધા બાદ તેઓ ગ્રીનલેંડ મામલે નિવેદનો આપતા રહે છે. તેઓએ પોતાના ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન પણ ગ્રીનલેંડના નિયંત્રણની વાતો કરી હતી.
ડૉનાલ્ડ ટ્રંપ માટે અપશબ્દોનો ઉપયોગ
સદીઓથી ગ્રીનલેંડ ડેનમાર્કનો મહત્વનો ભાગ રહ્યો છે. આ તમામની વચ્ચે યૂરોપની સંસદમાં ડેનમાર્કના સાંસદ એંડર્સ વિસ્ટીસેને જણાવ્યુ હતુ કે, ડિયર પ્રેસિડેંટ ટ્રંપ તમે ધ્યાનથી એક વાત સાંભળી લો કે, 800 વર્ષથી ગ્રીનલેંડ ડેનમાર્કનો ભાગ રહ્યો છે. તે ડેનમાર્કનું અભિન્ન અંગ છે. તે કોઇ વેંચાણ માટેનો ભાગ નથી. અમે તમને આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે. આ ઉગ્ર વાદ-સંવાદ બાદ ડૉનાલ્ડ ટ્રંપ માટે અપ શબ્દો પણ બોલવામાં આવ્યા હતા.
યુરોપ સંસદના વાઇસ પ્રેસિટેંડ નિકોલ સ્ટેફનૂટાએ એંડર્સને ફટકાર લગાવી હતી. અને કહ્યુ હતુ કે, સંસદમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો નહી. સદનમાં આ પ્રકારના શબ્દો સાંખી લેવામાં આવશે નહી. આ અગાઉ ગ્રીનલેંડના પ્રધાનમંત્રી મ્યૂટ ઇગાએ જણાવ્યુ હતુ કે, ગ્રીનલેંડ તેમનુ છે અને તે કોઇ વસ્તુ નથી કે જેને વેંચવામાં આવે.
શું છે ટ્રંપની મનશા ?
ડૉનાલ્ડ ટ્રંપે અગાઉ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકા માટે ગ્રીનલેંડ ખૂબ મહત્વનુ છે. તેથી જ તેઓ ગ્રીનલેંડ પર નિયંત્રણ મેળવવા માગે છે. પરંતુ આ તરફ, જનતાને પ્રશ્નોએ છે કે, કેમ ટ્રંપ ગ્રીનલેંડ પર પોતાનુ વર્ચસ્વ સ્થાપવા માગે છે. ગ્રીનલેંડનુ જે લોકેશન છે તેમાં આ તમામ બાબતોનો સમાવેશ થઇ શકે છે. આ ઉત્તરી અમેરિકા મહાદ્રીપનો એક ભાગ છે. અને તે યૂરોપ સાથે પણ જોડાયેલો છે. ટ્રંપ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ગ્રીનલેંડ પર નિયંત્રણ મેળવવા માગે છે. પરંતુ હકીકત એ છે કે ટ્રંપ આ જમીન પર પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવા ઇચ્છે છે. મહત્વપૂર્ણ છે કે, ગ્રીનલેંડ 1953 સુધી ડેનમાર્ક માટે ઉપનિવેશ હતુ. અને વર્તમાન સમયમાં પણ ડેનમાર્કનુ જ નિયંત્રણ છે. પરંતુ અહીં સેમી-ઓટોનોમસ સરકાર છે. ગ્રીનલેંડની સરકાર અહીં તમામ મામલે નિર્ણય લેતી હોય છે. તો રક્ષા અને વિદેશી મામલાઓ મુદ્દે નિર્ણય લેવાનો હક ડેનમાર્ક સરકારનો છે.


