યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તમામ દેશોની સમસ્યા વચ્ચે ઝંપલાવીને પોતાની વાત રાખવાની આદત છે. કોઈ પણ દેશ વચ્ચે સ્મમસ્યા સર્જાય એટલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલા પોતાની પ્રતિક્રિયા આપીને શાંતિ સ્થાપવા માટે ગર્ભિત ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારતા હોય છે.
G7 સમિટ છોડીને અમેરિકા પહોંચ્યા ટ્રમ્પ
મળતી માહિતી મુજબ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ G7 સમિટ છોડીને અમેરિકા પહોંચ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પનના પરત આવવા બદલ એવી ચર્ચાઓ એ જોર પકડયું હતું કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ પર કામ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પરત ફર્યા છે, પરંતુ ટ્રમ્પે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે, કે તેઓ યુદ્ધવિરામ પર કામ કરવા માટે G7 સમિટથી વહેલા વોશિંગ્ટન પાછા ફર્યા હતા. તેમણે કહ્યું કે તેહરાન છોડવું ઈરાનીઓ માટે સારું રહેશે. કેનેડાથી G-7 સમિટ છોડીને વોશિંગ્ટન આવેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની ખૂબ નજીક છે.
ટ્રમ્પ યુદ્ધવિરામ કરતાં કંઈક સારું ઇચ્છે છે
ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અંગે એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત ઈચ્છે છે. એવા અહેવાલો પણ સામે આવી રહ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરતાં પણ કઈક વિશેષની આશા રાખી રહ્યા છે, ત્યારે એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવા અહેવાલોને નકારી કાઢ્યા કે તેઓ યુદ્ધવિરામ પર કામ કરવા માટે G7 સમિટથી વહેલા વોશિંગ્ટન પાછા નથી ફર્યા અને તેઓ બંને દેશના વચ્ચે વઢી રહેલા સંઘર્ષને ઓછો કરવા ચાહે છે.
ઇરાને મોસાદના મુખ્યાલય પર હુમલો કર્યો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાને કરેલ એક સૈન્ય કાર્યવાહીથી ખુબજ નારાજ ચાલી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના અનુસાર ઇરાન મધ્ય પૂર્વમાં અમેરિકન સૈનિકો પર હુમલો કરે છે, ત્યારે હવે ટ્રમ્પે આ બાબતે ઈરાનને રોકડું પરખાવતા ચેતવણી આપી છે, કે જો ઇરાન મધ્ય પૂર્વમાં અમેરિકન સૈનિકો પર હુમલો કરે છે, તો અમેરિકા તૈયાર છે હવે શરણાગતિ સિવાય કંઈ સ્વીકાર્ય નથી. ઇઝરાયલ અને ઇરાન વચ્ચે છેલ્લા 5 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચે મંગળવારે તેલ અવીવમાં ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો. તે જ સમયે, લશ્કરી ગુપ્તચર સંબંધિત ગુપ્તચર એજન્સી AMAN ની ઇમારતને પણ નિશાન બનાવવામાં આવી હતી.