અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં પ્રવાસીઓની એન્ટ્રી સંપૂર્ણપણે બંધ કરવા માંગે છે અને એવા પ્રવાસીઓને દેશમાંથી કાઢી મૂકવા માંગે છે, જેઓ કોઈ પણ પ્રકારના કામ કરવાને લાયક નથી અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે અને એવા લોકો જેમના અમેરિકામાં રહેવાથી ત્યાંનુ વાતાવરણ ખરાબ થઇ રહ્યુ છે. અમેરિકાના લોકોનું નુકસાન પણ થઈ રહ્યું છે.
અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ
આવા સમયમાં અમેરિકા માં હવે પ્રવાસીઓની એન્ટ્રી પહેલાં કરતાં પણ વધુ મુશ્કેલ બની શકે છે. કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના એક અધિકારનો ઉપયોગ કરીને અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે તેમના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ સેક્શન 212(એફ)નાં પ્રાવધાનો પોસ્ટ કર્યા છે અને તેને અમલમાં મૂકવાની આશા વ્યક્ત કરી છે.
આ છે સેક્શન 212(f)નો અર્થ
રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોસ્ટ અનુસાર, ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટનું સેક્શન 212(f) રાષ્ટ્રપતિને પ્રવાસીઓની અમેરિકા માં એન્ટ્રી રોકવાનો મર્યાદિત સંવિધાનિક અધિકાર આપે છે. આ કાયદાને રાષ્ટ્રપતિ એટલા સમય સુધી અમલમાં રાખી શકે છે, જેટલો સમય તેમને લાગે કે પ્રવાસીઓને રોકવાની જરૂર છે. ટ્રમ્પે એ પણ પોસ્ટ કર્યું કે ઇતિહાસના કોઈ પણ સમયમાં કરતાં હાલમાં અમેરિકામાં સૌથી વધુ વિદેશીઓ છે. લગભગ 6 અમેરિકનો પર 1 પ્રવાસી.જેનાથી નાબૂદી માટે કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Russia ના હાથે લાગ્યો ચાંદીનો ખજાનો, 770 ટન ચાંદીનો ભંડાર મળી આવ્યો


