- પાટીદાર સમાજ દ્વારા 16 મો સમૂહ લગ્નોત્સવનું આયોજન
- સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું
- હિતેશ પટેલ મારુતિ સિરામિક પાદરાવાળાએ રૂા.1,11,111ના દાનની જાહેરાત કરી
પાદરાના ડભાસા ગામે પાદરા તાલુકાના પાટીદાર સમાજ દ્વારા 16 મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમૂહ લગ્નમાં પાટીદાર સેવા સમાજ દ્વારા માનવંતા દાતાઓ તેમજ મહેમાનોનું પાટીદાર સમાજ દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ડભાસા ગામે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા 16મો સમૂહ લગ્ન ઉત્સવ માં આઠ નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડયા હતા જેમાં નવ દંપતિઓને આશીર્વાદ મહંત પૂ સાયલા મંદિરના માધવદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, બરોડા ડેરીના ચેરમેન દીનુમામા, તેમજ પાટીદાર સમાજના મોભી રમણ પટેલ તેમજ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો દ્વારા નવો દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. દરમિયાન પાદરા નગર નાગરિક બેંકના ડિરેક્ટર અને ઉદ્યોગપતિ હિતેશ પટેલ મારુતિ સિરામિક પાદરાવાળાએ રૂા.1,11,111ના દાનની જાહેરાત કરી હતી.


