અભિનેત્રી હિનાખાન થર્ડ સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે અને પોતાના વાળ જાતે કાપવાનો વિડિયો મૂક્યો છે ત્યારે બ્રેસ્ટ કેન્સર ની સારવાર અને સાવચેતી વિષે જાણો.
બ્રેસ્ટ કેન્સરના પીડાદાયક અનુભવ માંથી પસાર થઈ સંજીવની લાઇફ કેન્સર સંસ્થા અને ગુજરાત રિસર્ચ કેન્સર ઇન્સ્ટિટયૂટ સાથે જોડાયેલા ઇલાબેન વોરાએ કેન્સરની જાગૃતિ માટે કર્યું છે જીવન સમર્પિત
તાજેતરમાં ટેલિવિઝન અભિનેત્રી હિનાખાનના થર્ડ સ્ટેજ બ્રેસ્ટ કેન્સરના જાણી તેના ફેન્સને આઘાત લાગ્યો છે.હિના ખાન ખૂબ જ મક્કમતાપૂર્વક કેન્સર સામે લડી રહી છે.કેન્સરની ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં દાખલ થતાં તેમજ કીમો થેરેપીમાં વાળ જતા રહે તે પહેલાં જ હસતા હસતા પોતાના વાળ જાતે કાપવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.હિનાખાન સ્ટ્રોંગ દેખાઈ રહી છે પરંતુ દરેક મહિલા આ રીતે સ્ટ્રોંગ બની શકતી નથી ત્યારે બ્રેસ્ટ કેન્સરના પીડાદાયક અનુભવ માંથી પસાર થઈ કેન્સર પેશન્ટ માટે જીવન સમર્પિત કરનાર અમદાવાદના ઇલાબેન વોરાએ બ્રેસ્ટ કેન્સર વિશે, જાગૃતિ,સારવાર વગેરે વિશે અગ્ર ગુજરાત સાથે વાત કરી હતી. સાજા થયા બાદ સંજીવની લાઇફ કેન્સર સંસ્થા અને ગુજરાત રિસર્ચ કેન્સર ઇન્સ્ટિટયૂટ સાથે જોડાયેલા ઇલાબેન વોરાએ પોતાને કેન્સર ડિટેક્ટ થયું અને પૂર્ણ સાજા થયા ત્યાં સુધીમાં અનેક મુશ્કેલી વેઠી હતી તેથી જ તેઓ આજે કેન્સર પેશન્ટ માટે કાર્ય કરે છે.
કેન્સરના દર્દીઓને મદદરૂપ થવા 2013 માં સંજીવની લાઇફ બિયોન્ડ કેન્સર સંસ્થા સાથે જોડાયા. અમદાવાદમાં સેન્ટર શરૂ કર્યું. . જીસીઆરઆઈ એટલે કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં કાઉન્સિલિંગ પણ કરે છે.તેઓએ જણાવ્યું કે કેન્સરમાં અર્લી ડાયગ્નોસિસ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે જેથી કેન્સર ન થાય.
પોતે હેલ્થ માટે સજાગ હતા તેમજ યોગમાં રસ ધરાવતા હોવા છતાં કેન્સર આવ્યું. તેવો જણાવે છે કે ઇમ્યુનિટી સિસ્ટમ વીક હોય તો પણ કેન્સર આવી શકે છે જેથી કરીને ઇમ્યુનિટી સિસ્ટમ તરફ ધ્યાન આપો. જેમાં હકારાત્મક વલણ, ફૂડ એન્ડ ન્યુટ્રીશન્સ તેમજ બ્રિધિંગ ટેકનીક મહત્વનો ભાગ ભજવે છે.હંમેશા ખુશ રહો.કારણ વગર સ્ટ્રેસ ન લો.
મહિલાઓને સંદેશ આપતા ઇલાબેન એક વાત પર ખાસ ભાર આપે છે કે, 40 વર્ષ બાદ મેમોગ્રાફી એટલે સ્તન કેન્સરની તપાસ અને પેપટેસ્ટ કે જે ગર્ભાશયના મુખની તપાસ ફરજિયાત કરાવવી જોઈએ આ ઉપરાંત ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવતી વેક્સિન જે 12 વર્ષની દીકરીઓને આપવામાં આવે છે તે પણ અપાવવી જોઈએ.
કેન્સર ના થયું હોય ત્યાં સુધી તેની જાગૃતિ માટે પ્રયત્ન કરવા પરંતુ જો કેન્સર ડિટેક્ટ થાય તો ગભરાયા વગર કીમો સહિત યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જરૂરી છે. સકારાત્મક વલણ અને વીલ પાવર સ્ટ્રોંગ હોય તો કેન્સર કંઈ બગાડી શકતું નથી.કેન્સરમાંથી બહાર આવ્યા પછી પણ ફરીથી ન થાય તે માટે કાળજી લેવી જરૂરી છે.
કેન્સરના છેલ્લા આંકડા મુજબ દર એક મિનિટે ત્રણ બહેનો કેન્સરનો ભોગ બને છે તેમજ એક બહેન મૃત્યુ પામે છે ત્યારે ઇલાબેનની ઈચ્છા એવી છે કે આ પ્રમાણ ઓછું થાય અને વધુમાં વધુ લોકો કેન્સર માટે જાગૃત બને.
“રડો નહીં આ તો વાળ છે ફરી થી ઉગી જશે”
તાજેતરમાં અભિનેત્રી હિનાખાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે ખૂબ જ લાગણી સભર છે. કેન્સરની સારવાર બાદ વાળ જતા રહે અને દુઃખ થાય તેના બદલે પોતે જ વાળને કાપી નાખે એમ વિચારી હિના ખાન વાળ કપાવવા માટે જાય છે.આ વીડિયોમાં હિના ખાનની માતા તેને વાળ કપાવવા માટે રડતા રડતા ના પાડી રહી હોય છે અને હિના ખાન ખૂબ જ મક્કમતાપૂર્વક માતાને જવાબ આપે છે કે “આ તો વાળ છે ફરી ઉગી જશે રડો નહીં”. અને પછી હસતા હસતા પોતાના હાથમાં જ કાતર લઈ પોતાના વાળ જાતે કાપે છે. હિના ખાનના ફેન્સ આ જોઈને ખૂબ જ દુઃખી થાય છે અને હિના ખાન સારવાર મેળવી જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.