By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  કથા સાંભળવાનો અહંકાર સપનામાં પણ ન કરવો : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 કથા સાંભળવાનો અહંકાર સપનામાં પણ ન કરવો : મોરારિબાપુ

Editor
Last updated: 2025/12/27 at 5:03 PM
3 months ago
Share
 કથા સાંભળવાનો અહંકાર સપનામાં પણ ન કરવો : મોરારિબાપુ
SHARE

સાચો સાધક હંમેશા વિનમ્ર હોય છે

 શોખથી કથા ન સાંભળો, શ્વાસે ‌શ્વાસે કથા સાંભળો!

 વક્રતામાં કેવળ વકતૃત્વ ન હોય, કત્રૃત્વ પણ હોવું જોઇએ

શ્રી તિરૂપતિ-બાલાજી, વ્યંકટેશ ભગવાનની ભૂમિ પર પરમ પાવનની રામકથા ‘માનસ ત્રિપતિ’ના સાતમા દિવસે-ગઇકાલે-કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે, મારા બાપ, તિરૂપતિની તીર્થભૂમિ પર આપણે ‘માનસ ત્રિપતિ’ને કેન્દ્રમાં રાખીને પ્રેમસંવાદ કરીએ છીએ ત્યારે આજે ઋગ્વેદના એક શ્લોકમંત્રથી પ્રારંભ કરું કે, મંત્રમાં ભૂદેવી-ભૂમા-પૃથ્વીનો મહિમા ગવાયો છે. આપ સૌ પણ સાંભળીને બોલશો..

અવ સ્મા યસ્ય વેષણે

સ્વેદમ પથિષુ જુહરુતિ અભિમ:

સ્વજન્યમ ભૂમા પ્રષ્ઠેવ ગુરુહા

એટલે કે ભૂદેવી-પૃથ્વી-સાગરની પુત્રી લક્ષ્મી છે. વિષ્ણુ પત્ની છે. જેના પતિ રમાપતિ-શ્રીપતિ છે.

સાધક વિશે બાપુએ વિસ્તારપૂર્વક સમજાવતાં કહ્યું કે, સાચો સાધક હંમેશા વિનમ્ર હોય છે. વિનોબાજીએ વિનમ્રતાના ત્રણ આયામો કહ્યું છે. (૧) સામાજીક વિનમ્રતા-મારા રામ સહજ છે. ‘સહજ’ શબ્દ મારો પ્રિય શબ્દ છે અને આ સહજતા સ્વાભવિક હોવી જોઇએ એમાં આયાસ-પ્રયાસ ન હોય! રામ, શિવજી, કબીર વગેરે કેટલા સહજ છે. આપણે પણ સહજ બનીએ તો મારી દ્રષ્ટિએ સાધકના કેટલાક લક્ષણો.. (૧) સાધકમાં વિનમ્રતા હોવી જોઇએ (૨) પરસ્પર પ્રેમ હોય, આપણે પરસ્પર-એકમેકને પ્રેમ ન કરી શકીએ? ધ્વેષ, નિંદા, ટીકા શા માટે? પ્રેમ જ સર્વસ્વ છે. (૩) ભરોસો-સાધકને વિશ્વમાંગલ્યનો દ્રઢ ભરોસો હોવો જોઇએ. વિશ્વ કલ્યાણની ભાવના હોવી જોઇએ (૩) સાધકે પોતાના ઇષ્ટનું નિરંતર સ્મરણ કરવું જોઇએ. (૫) અહંકાર-સપનામાં પણ કથા સાંભળવાનો અહંકાર ન હોવો જોઇએ. ઘણા કહે કે, મેં આટલી કથા સાંભળી! એવો સૂક્ષ્મ અહંકાર પણ ન આવવો જોઇએ. કૃષ્ણકથામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ એ ત્રણ લોકોનો અહંકાર એક સાથે નષ્ટ કર્યો છે. જેમ એક ડોક્ટર ત્રણ-ચાર રોગોનો એક સાથે જ સારવાર કરે તેમ શ્રીકૃષ્ણએ ગરૃ, સુદર્શન ચક્ર અને સત્યભામાનો અહંકાર એક જ ઘટનાથી એક પ્રસંગથી દૂર કર્યો છે. કૃષ્ણએ ગરૂડને કહ્યું કે, મારે હનુમાનજીનું તાત્કાલિક કામ છે, તું હનુમાનજીને બોલાવી લાવ, એ ક્યાં છે? ગરૂડે કીધું કે એ હનુમાન પૂછમાં રહે છે, હમણા બોલાવી લાવું! ગરૂડ હનુમાનજી પાસે આવે છે અને સમાચાર આપે છે કે, ભગવાન શ્રીકૃષ્ણ તમને યાદ કરે છે. તમને તાત્કાલિક બોલાવે છે. હનુમાનજી ગરૂડને કહે છે કે તું જા, હું આવું છું, ગરૂડ કહે અરે, તમે મારી સાથે જ આવો, મારી પાંખ પર બેસી જાઓ. હનુમાનજી કહે કે તું જા હું દ્વારિકા પ્હોંચી જઇશ. ગરૂડ ખૂબ દલીલો કરે છે ત્યારે હનુમાનજી એની પૂંછ એવી ફેરવે છે કે ગરૂડ ઘૂમરી ખાઇને ક્યાં ગયો એ ખબર ન પડી! પછી રોકે છે, હનુમાનજી કહે કે, ભાઇ, મને કૃષ્ણએ બોલાવ્યો છે, એને કામ છે એટલે મને તું જવા દે! સુદર્શન કહે નહીં! અને હનુમાનજી સુદર્શન ચક્રને મોઢામાં ગળી જાય છે! પછી હનુમાનજી કૃષ્ણ પ્રભુ પાસે જાય છે. ત્યારે એને કૃષ્ણમાં રામ દેખાય છે અને રામ સ્વરૂપને હનુમાનજી કહે છે કે પ્રભુ, આ તમારી બાજુમાં કોણ બેઠું છે? આ કોણ છે? જે સીતાની દાસીય નથી જણાતી! અને સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે, હનુમાનજી આવું કેમ કહે છે? શું હું સીતાજીની દાસી કરતાંય વામણી લાગું છું! આ રીતે કૃષ્ણે ગરૂડ, સુદર્શન ચક્ર અને સત્યભામાનો અહંકાર દૂર કર્યા છે. સાધકે ક્યારેય કોઇ પણ સ્થિત-પરિસ્થિતિની ચિંતા ન કરવી. ભગવાન રામે સુગ્રીવને ચિંતા ન કરવાનું કીધું અને કૃષ્ણએ અર્જ્રુનને ચિંતા ન કરવાનું કહ્યું છે. ભગવાન બધી ચિંતા કરે જ છે. સાધકનો ભરોસો દ્રઢ હોવો જોઇએ.

પ્રબુદ્ધ-પુરૂષ-ગુરૂ આપણને પંદર વસ્તુ આપે છે. પાંચ શિક્ષા આપે છે, પાંચ દિક્ષા આપે છે અને પાંચ ભિક્ષા આપે છે. પાંચ શિક્ષા કઇ?  (૧) વિદ્યા (૨) વિનય (૩) નિપુણતા (૪) ગુણતી શિક્ષા અને (૫) કર્મની શિક્ષા ગુરૂ આપે છે. પાંચ દિક્ષા કઇ? (૧) શબ્દની દિક્ષા (૨) સ્પર્શ દિક્ષા-આમાં અનર્થ થવાની શક્યતા છે. દિવ્યસ્પર્શની દિક્ષા. અહીં સાવધાન હોવું જરૂરી છે. (૩) રૂપ-સ્વરૂપની દિક્ષા (૪) રસદિક્ષા અને (૫) ગંધ દિક્ષા-ત્યાર પછી પાંચ ભિક્ષા કઇ? (૧) અશ્રુભિક્ષા (૨) અભયની ભિક્ષા-ગૂરૂ/બુદ્ધપુરૂષ આપણને અભય કરે છે. (૩) અનુભવની ભિક્ષા (૪) અ-મલ નિર્મળતાની ભિક્ષા અને (૫) અ-મનની ભિક્ષા.

ગુરૂગૃહ અને ગુરૂમાં તફાવત છે. આશ્રમ હોય ત્યાં એના નિયમો હોય છે, આશ્રમના નિયમોનું પાલન કરવું પડે છે. ગાંધી બાપુના આશ્રમમાં નિયમો હતાં એ નિયમોનું પાલન ન કરનારને આશ્રમમાંથી રજા આપવામાં આવતી. તો આશ્રમોમાં નિયમોનું બંધી હોય છે જ્યારે ગુરૂગૃહમાં કોઇ નિયમો કે બંધન નથી. કેમ કે એ ગૂરનું ઘર છે. એક શ્રોતાએ લખ્યું છે (હળવાશની વાત છે) કે, જે શબ્દની છેલ્લે ‘રૂ’ અક્ષર આવે એ બધું જ ખતરનાક છે! જેમ કે: દારૂ, વાંદરૂ, કૂતરૂં, અંધારૂ, કવાતરૂ, સાંસરું અને તમે કહો તો આ શબ્દ કહું? બધા શ્રોતાઓએ હા પાડી એટલે બાપુ હળવાશ બાલ્યા : બૈરૂં….!!!

કથામૃત

(૧) મોક્ષ એટલે જ્યાં મોહનો ક્ષય થાય તો મોક્ષ

(૨)કાગબાપુ ઉંબરથી અંબર સુધી વિસ્તરેલા કવિ છે

(૩) સાધક હોય એણે ક્યારેય, કોઇપણ સ્થિતિ-પરિસ્થિતીની ચિંતા ન કરવી

(૪) ગરૂ-પ્રબુદ્ધ પુરૂષ આપણને શિક્ષા, દિક્ષા અને ભિક્ષા આપે છે

(૫) સાધકમાં વિનમ્રતા-દાસપણાનો ભાવ હોવો જોઇએ.

 

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રાજકોટ

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

Editor By Editor 3 days ago
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?