- કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ટીમની બહાર
- સરફરાઝ ખાન અને વોશિંગ્ટન સુંદરને મળી તક
- ભારતીય ટીમને વિરાટ કોહલીની ખોટ થઈ મહસૂસ
ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ મેચના એક દિવસ બાદ ટીમને સતત ઝટકા લાગ્યા હતા. પહેલા જસપ્રિત બુમરાહને ICC દ્વારા ઠપકો અને સજા ફટકારવામાં આવી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ પણ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી પહેલા બે ટેસ્ટ મેચ માટે ટીમની બહાર છે. એટલે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે આ કોઈ મોટા માથાના દુખાવાથી ઓછું નથી.
ટીમ ઈન્ડિયામાં કોને મળી તક?
જાડેજા અને રાહુલને ભારતીય ટીમમાંથી બાકાત થવાથી એક એવા ખેલાડીની પંસદગી કરવામા આવી છે. જેની ટીમમાં સમાવેશ કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. તે ખેલાડીનું નામ છે સરફરાઝ ખાન. સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ લાયન્સ સામે ભારત એ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાહુલની જગ્યાએ સરફરાઝ ખાનને ટીમમાં તક મળી. રવિન્દ્ર જાડેજાના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં જગ્યા મળી છે. આ સિવાય આવેશ ખાન પણ રણજી ટીમની સાથે જ રહેશે આથી તેના સ્થાને સૌરભ કુમારની પસંદગી કરવામાં આવી છે.
જાડેજા અને રાહુલ કેમ થયા બહાર?
BCCI દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કેએલ રાહુલને પગના ભાગમાં દુખાવાની ફરિયાદ હોવાના કારણે તે 2 ફેબ્રુઆરીથી રમાનાર વિશાખાપટ્ટનમ ટેસ્ટમાંથી તેને બહાર કરવામા આવ્યો છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા રવિવારે હૈદરાબાદ ટેસ્ટમાં હેમસ્ટ્રિંગની ઈજાનો શિકાર બન્યો હતો. જાડેજા બીજા દાવમાં રન લેતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે રનઆઉટ પણ થયો હતો. હવે આગામી અપડેટની રાહ જોવામાં આવશે કે શું આ બંને ખેલાડીઓ ત્રીજી ટેસ્ટ સુધી પરત ફરે છે કે નહીં.
ટીમ ઈન્ડિયાની નવી ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રજત પાટીદાર, કે.એસ. ભરત (wk), ધ્રુવ જુરેલ (wk), સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર, સૌરભ કુમાર.


