- વાઇબ્રન્ટના ભાગરૂપે ST બસનું ગિફ્ટ સિટીથી લોન્ચિંગ
- લોન્ચિંગ મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટ 2024ની પ્રિઈવેન્ટ રૂપે ગિફ્ટ સિટીથી કર્યું
- આ બેસમાં બેસી ગિફ્ટ સિટી આંટો મારીને સચિવાલય પહોંચ્યા હતા
એસટી નિગમની અતિ આધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીથી લોન્ચિંગ કર્યું છે. માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિ આધુનિક ડબલ ડેકટર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન કરાયું હતું, જે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટ 2024ની પ્રિઈવેન્ટ રૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું. આ બસ સેવાઓનું વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે સોમવાર 8મી જાન્યુઆરીથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવશે. વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, અધિકારીઓ આ બેસમાં બેસી ગિફ્ટ સિટી આંટો મારીને સચિવાલય પહોંચ્યા હતા.


