સરગમ કલબ દ્વારા ઉતરાયણના દિવસે હરિદ્વારમાં ૨૫૦૦ અસ્થિનું પૂજન
દરેકના નામ લઇ ગંગા નદીમાં અસ્થિ પધરાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
સરગમ કલબના ઉપક્રમે હરિદ્વાર મુકામે ગંગાઘાટ ઉપર હરકીપૌડી અસ્થીઘાટ ઉપર રામનાથપરા મુક્તિધામમાં તા.૧/૭/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ સુધીના લાકડા વિભાગ તેમજ વિઘુત વિભાગના કુલ ૨૫૦૦ વ્યક્તિના અગ્નિદાહ અપાયેલ તે તમામ ના તારીખ ૧૪/૧/૨૦૨૬ ના રોજ બપોરના ગંગા નદીમાં સરગમ પરિવાર ના લોકો એ દરેક ના વ્યક્તિગત નામ લઈ અસ્થી પધરાવેલ ત્યારબાદ ત્યાં સાધુ સંતો ને ભોજન તેમજ ચા પીવડાવેલ. તેમજ ગંગા નદી માં સ્નાન કરીને પૂણ્ય પ્રાપ્ત કરેલ આ માટે સરગમ ક્લબ નાં કમિટી મેમ્બરો પોતાના સ્વખર્ચે અસ્થી વિસર્જન કરવા ગયા હતાં.
સરગમ ક્લબના હોદેદારો એ બ્રાહ્મણો દ્રારા શાસ્ત્રો વિધીથી અસ્થિ નું પુજન કરીને ગંગા ઘાટમાં અસ્થિ પધરાવેલ હતી. ગુણવંતભાઈ ડેલાવાળા માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બર ની ટીમ રમેશભાઈ અકબરી, કનૈયાલાલ ગજેરા , જયસુખભાઈ ડાભી, અનવરભાઇ ઠેબા,કિરીટભાઇ ગજેરા, મનોજભાઈ અનડ્કટ, જયેશભાઇ કાટકોરીયા તેમજ અલ્કાબેન ધામેલિયા, હેતલબેન થડેશ્વર, દિવ્યાબેન ઉમરાણીયા, નિશાબેન ખંધેડીયા, જયશ્રીબેન વ્યાસ, શિલ્પાબેન રાણપરા અને જીગ્નાબેન બુદ્ધદેવ ઉપસ્થિત રહેલ અને સાધુઓને કરાવેલ. આ તમામ મેમ્બરો હરિદ્વારમાં અસ્થી પૂજન સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો.


