- દેશની આદર્શ ઔધોગિક વસાહત બનાવવા માટે
- એસ્ટેટમાં ચાલી રહેલા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પ્રેઝન્ટેશન અપાયું
- કાર્યક્રમના અંતિમ તબક્કા તમામ મેનેજિંગ કમિટી મેમ્બર્સ દ્વારા કટિબદ્ધતા દર્શાવવામા
સારોલ ખાતે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઉત્કર્ષ ડીઆઇએ-વિઝન 2035 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આવનારા વર્ષો દરમિયાન દહેજ ઔદ્યોગિક વસાહતને સમગ્ર ભારત દેશની આદર્શ ઔધોગિક વસાહત બનાવવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિવિષયક બાબતોની સમીક્ષા કરવાના હેતુસર દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ કમિટી મેમ્બર્સ, દહેજના વિવિધ ઉધોગોના પ્રતિનિધિઓ તેમજ ફેડરેશન ઓફ્ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન (ગુજરાત) ના પ્રતિનિધિઓની તેમજ વેસ્ટર્ન રેલ્વે બરોડા ડિવિઝન, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરશ્રી અભિષેક સિંગની વિશેષ ઉપસ્થિતિમાં આ એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ક્કઉત્કર્ષ ડીઆઇએ-વિઝન 2035ક્ર દરમિયાન દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડૉ. સુનિલ ભટ્ટ તેમજ મેનેજિંગ કમિટી મેમ્બર્સ દ્વારા એસ્ટેટ ના સર્વાંગી વિકાસ માટે હાથ ધરેલા વિવિધ કાર્યો તેમજ એસ્ટેટમાં ચાલી રહેલા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રેનર ડૉ. નીરવ મજમુદાર દ્વારા વિવિધ એક્ટિવીટીઝ ની મદદથી વિઝન એક્સસાઇઝ કરાવવામાં આવી હતી. અભિષેક સિંગ દ્વારા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ, દહેજ તેમજ રેલવે વિભાગના લોજીષ્ટીક વિષયક આગામી આયોજનો પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું તથા આગામી આયોજનોને દહેજ જીઆઇડીસી ની જરૂરીયાતો સાથે સંકલિત કરવા માટે રેલવે વિભાગની કટિબદ્ધતા બતાવી હતી. કાર્યક્રમના અંતિમ તબક્કા તમામ મેનેજિંગ કમિટી મેમ્બર્સ દ્વારા કટિબદ્ધતા દર્શાવવામા આવી હતી.


