- તમાલપત્રના એન્ટીઓક્સીડન્ટ્સ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે
- ભૂખ ઘટાડીને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે આ પાણી
- બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખીને શરીરના થાકને કરે છે દૂર
તમાલપત્ર એક એવી જડીબુટ્ટી છે જે રસોઈમાં સરળતાથી મળી રહે છે. આ પાનના અનેક ફાયદા છે જે હેલ્થને માટે લાભદાયી રહે છે. તમાલપત્ર દરેકની રસોઈમાં મળી રહે છે. તે સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. તમાલપત્રનું પાણી પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તો જાણો પારંપરિક નુસખો નહીં પણ સ્વાસ્થ્યવર્ધક પ્રક્રિયા છે.
વજન ઘટાડવામાં મળે છે મદદ
તમાલપત્રને પાણીમાં ઉકાળીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ્સ તત્વો શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે. સવારે તમાલપત્રનું પાણી પીવાથી પાચન તંદુરસ્ત રહે છે. તે તમારા બીપીને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તો જાણો આ પાણી કેવી રીતે બનાવવું.
કેવી રીતે બનાવશો આ પાણી
સૌથી પહેલા તાજા તમાલપત્રના પાન લો. આ પાનને સાારી રીતે ધોઈ લો. એક ગ્લાસ પાણી લો અને તેને ઉકાળો. જ્યારે પાણી ઉકળી જાય તો તેમાં તમાલપત્રના પાન ઉમેરો. 5-10 મિનિટ સુધી તેને ઉકાળો. આ પછી ગેસ બંધ કરીને પાણીને ઠંડું થવા દો. આ પાણીને ગાળી લો અને એક કપમાં કાઢો. ગરમાગરમ પાણી પીઓ. તેમાં થોડું આદુ અને લીંબુંનો રસ પણ મિક્સ કરી શકાય છે.
જાણો શું મળશે શરીરને ફાયદા
- તમાલપત્રનું પાણી વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદ કરે છે. તે ભૂખ ઓછી કરે છે અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
- એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર આ પાણી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. એન્ટીઓક્સીડન્ટ્સ, ફ્રી રેડિકલ્સ નામના હાનિકારક તત્વો સામે લડે છે જે અનેક બીમારીનું કારણ બને છે.
- પેટની સાથેની સમસ્યાઓ જેવી કે કબજિયાત, અપચોને રોકવામાં મદદ કરે છે.
- શરીરમાં ઉર્જા લાવે છે અને સાથે થાકને દૂર કરી શકે છે.
- બ્લડ પ્રેશરને કંટ્રોલમાં લાવવામાં મદદ કરે છે.
- તેનું વિટામિન સી હેલ્થ માટે લાભદાયી રહે છે. ફેફસા અને હ્રદય રોગ સામે લડવામાં સક્ષમ હોય છે.