- પાણી માટે લોકોને વલખાં મારવા પડી રહ્યા છે
- નવો બોર બનાવવાની રજૂઆત તંત્રના કાને સંભળાતી નથી
- વહેલી તકે નવા બોરની વ્યવસ્થા કરાવીને પીવાના પાણીનો પ્રશ્ન હલ
ગાંધીનગરના ટીંટોડામાં પીવાના પાણીના બોરના અભાવે પાણીનો કકળાટ શરૂ થયો છે. અનેક રજુઆત છતા આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. તંત્ર દ્વારા વહેલી તકે નવા બોરની વ્યવસ્થા કરાવીને પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સૌથી વધુ પાણીની સમસ્યા ટીંટોડાના કરસનપુરા વિસ્તારની છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહિ છેલ્લા એક પખવાડિયાથી પીવાના પાણીની સમસ્યા છે. જુનો બોર બંધ છે. નવો બોરની હજુસુધી વ્યવસ્થા કરવામાં આવી નથી. આ મામલે ઘણા સમયથી સ્થાનિક જવાબદાર તંત્રને રજુઆત કરવામાં આવી છે. પરંતુ સમસ્યાનો કોઇ જ ઉકેલ આવ્યો નથી. બીજીતરફ લોકોને પીવાના પાણી માટે દુરદુર જવુ પડે છે. આ સમસ્યાનો વહેલી તકે નિવેડો લાવવા નવો બોર શરૂ કરવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.


