- અકસ્માતની ઘટનામાં 79 વર્ષીય વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત
- આરોપીને 10 મહિનાની જેલ અને 8 વર્ષ માટે લાયસન્સ રદ
- પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
સિંગાપોરમાં બેદરકારીથી ડ્રાઇવિંગ કરીને એક ચીની મહિલાને મારવા બદલ ભારતીય નાગરિકને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ગુરુવારના રોજ 40 વર્ષીય ભારતીય નાગરિકે બેફામ વાહન ચલાવતા અચાનક મહિલાને ટક્કર મારી હતી. અકસ્માતમાં 79 વર્ષીય વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ.
શું છે સમગ્ર મામલો?
સિંગાપોરમાં વાહન ચાલકો બેફામ બન્યા છે. અનેકવા હિટ એન્ડ રનની ઘટના બની રહી છે. તેવામાં સિંગાપોરમાં ભારતીય મૂળના યુવકે મહિલાને કચડીનાખી હતી. જેના કારણે 79 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 79 વર્ષની વૃદ્ધા ચીનની નાગરિક હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આરોપી સુરેશે આ વર્ષે ફેબ્રુઆરીમાં સિંગાપોરમાં પ્રાથમિક શાળા ઝેબ્રા ક્રોસિંગ પાર કરી રહેલી 79 વર્ષીય ચીની મૂળની વૃદ્ધાને ટક્કર મારી હતી, જેના કારણે માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી સુરેશને દબોચી લીધો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી.
આરોપીને 10 મહિનાની જેલ અને 8 વર્ષ માટે લાયસન્સ રદ
આરોપીને કોર્ટ સમક્ષ સમગ્ર ઘટનાને લઇ સુરેશે સ્વીકાર્યું હતું કે શિવલિંગમ સુરેશે બેદરકારીથી વાહન ચલાવ્યું અને વૃદ્ધાને કચડી હતી. જેના કારણે 79 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. કોર્ટે આરોપી સુરેશને 8 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ રદ્દ અને 10 મહિના માટે જેલ સજા ફટકારી છે. કોર્ટમાં સુનવણી દરમિયાન આરોપીએ અકસ્માતને લઇ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતમાં તેમના પરિવારમાં તે એકમાત્ર કમાણી કરનાર છે. તેને 2 વર્ષનો પુત્ર છે અને સુરેશની પત્નીએ અગાઉ થયેલા અકસ્માતમાં તેનો એક હાથ ગુમાવ્યો હતો જેથી કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.


