- સુરતના કડોદરા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
- મૃતક પલસાણા તાલુકાના બગુમરા ગામનો
- અકસ્માત બાદ ટ્રક ચાલક થયો ફરાર
હિટ એન્ડ રન
સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ ચાર રસ્તા નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક બેફામ ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લીધો. બેફામ ટ્રક ચાલકે બાઈલ સવારેને અડફેડે લેતાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ટ્રકની ટક્કરથી અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવક સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામનો રહેવાસી.
બાઈક સવાર પલસાણા તાલુકાનો
મળતી માહિતી મુજબ કડોદરા ચાર રસ્તા પાસે એક ટ્રક ચલાકે બાઈક સવાર પર ટ્રકનું ટાયર ફેરવી દેતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બેફામ ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી ત્યાર બાદ તે ઘટના સ્થળેતી નાસી ગયો હતો. ટ્રકની ટક્કરથી અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવક સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામનો રહેવાસી હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સમગ્ર ઘટનાની પોલીસને કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં જ કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત મોતનો ગુનો નોંધીને બેફામ ટ્રક ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પી.એમ. કરાવવાની તજવીજ હાથધરી હતી. કડોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ટ્રક ચાલકોની હડતાળ સમેટાઈ અને અકસ્માત
હજી ટ્રક ચાલકોની હિટ એન્ડ રનના નવા કાયદા વિરુદ્ધની હડતાળ સમેટાઈ છે ત્યાં તો ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક ચલાવીને સુરતના યુવાનનો જીવ લઈ લીધો. નવા કાયદા વિરુદ્ધ ટ્રક ચાલકોએ આંદોલન કરીને અકસ્માત કેસમાં 10 વર્ષની જેલ અને 7 વર્ષની સજાના નવા કાયદામાં ફેરફાર કરવા અંગે સરકારને રજૂઆતો કરી છે. હજી તો હડતાળ સમેટાઈ ગયાને 24 કલાકનો સમય પણ થયો નથી અને ટ્રક ચાલકે બેફામ રીતે અકસ્માત કર્યો હતો.


