- મંજૂરી વિના ડ્રોન વડે શુટિંગ કરતા યુવાનો ઝડપાયા
- યુનિવર્સિટીએ યુવકો પાસેથી ડ્રોન જપ્ત કર્યું
- પોલીસે જાહેરનામા ભંગ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી
વડોદરાની MS યુનિવર્સિટીમાં ડ્રોન વડે શુટિંગ કરવામાં આવ્યું છે. જેમાં મંજૂરી વિના ડ્રોન વડે શુટિંગ કરતા 3 શખ્સો ઝડપાયા છે. તેમાં યુનિવર્સિટીએ યુવકો પાસેથી ડ્રોન જપ્ત કર્યું છે. પોલીસે જાહેરનામા ભંગ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.
ડ્રોન વેચવા માટે ચકાસણી કરતા હોવાનો શખ્સોનો દાવો
ડ્રોન વેચવા માટે ચકાસણી કરતા હોવાનો શખ્સોનો દાવો છે. એમએસ યુનિવર્સિટીના ડીએન હોલ પાસેની ઘટના છે. વગર પરવાનગીએ ડ્રોન વડે શુટિંગ કરતા ત્રણ યુવકોને સિક્યુરિટી જવાને ઝડપી પાડ્યા છે. યુનિવર્સિટી સિક્યુરિટીના જવાન દ્વારા ડ્રોન કબ્જે કરાયો છે. ડ્રોન વેચાવનું હોય તેની ચકાસણી કરવા માટે શુટિંગ કરતા હોવાની કેફિયત રજૂ કરી છે. ડ્રોન ઉડાવવા માટે અને ડ્રોન વડે શુટિંગ કરવા પર શહેર પોલીસ દ્વારા જાહેરનામું જાહેર કરાયું છે.
યુનિવર્સિટી દ્વારા ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
શહેર પોલીસના જાહેર નામાનો ભંગ કરતા ત્રણેયની.અટકાયત કરાઈ થઇ છે. ડ્રોન ખરીદવા બે યુવકો મધ્ય પ્રદેશથી આવ્યા હતા. ડ્રોનનો માલિક કુક્સ ગામનો વિરાજ પાટણ વાડિયા, મધ્ય પ્રદેશના વિશાલ કટિજા અને ટીકેશ ડામર હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.


