- DSPદિલપ્રીત સિંહનું હ્રદય રોગનાં હુમલાથી મોત
- સવારે ફરજ પરથી સિધા ગયા હતા જીમમાં
- પંજાબ DGPએ વ્યકત કર્યો શોક
ખેડૂતોના વિરોધ દરમિયાન ફરજ પર રહેલા 50 વર્ષીય DSPદિલપ્રીત સિંહનું હ્રદય રોગના હુમલાથી મોત થયું હતું. DSP દિલપ્રીત સિંહની ફરજ ખનૌરી બોર્ડર પર હતી. તેમની નાઈટ શિફ્ટ હતી અને રાત્રે 8 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ફરજ પર હતા. સવારની ફરજ પતાવી જીમમાં ગયા અને ત્યારબાદ જીમમાં જ એટકે આવ્યો,તો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા પણ ફરજ પરના ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા.
પંજાબ DGPએ આપી જાણકારી
પંજાબ પોલીસના DGPએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ DSP દિલપ્રીત સિંહ હાલમાં ખનૌરી બોર્ડર પર ફરજ પર હતા. તે લુધિયાણા-ફિરોઝપુર રોડ પર ભાઈ બાલા ચોક પાસેની હોટલના જીમમાં કસરત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને હ્રદય રોગનો હુમલો થયો હતો,લુધિયાણાનો રહેવાસી દિલપ્રીત સિંહ નિયમિત રીતે જીમમાં જતા હતા, આ પહેલા તેઓ લુધિયાણામાં ACP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના મિત્રોના જણાવ્યા અનુસાર, દિલપ્રીત તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન હતા. તે જીમમાં જવાનું ક્યારેય ભૂલ્યા ન હતા. સાંજે લગભગ ચાર વાગ્યે તે જીમમાં પહોંચીને કસરત કરતા હતા,કસરત કરતી વખતે અચાનક છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી.
ખેડૂત આંદોલનમાં બજાવતા હતા ફરજ
DSP દિલપ્રીત સિંહની ફરજ ખનૌરી બોર્ડર પર હતી. તેમની નાઈટ શિફ્ટ હતી. તેઓ રાત્રે 8 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ફરજ પર હતા. સવારની ડયુટી પતાવીને જીમમાં ગયા. દિલપ્રીત છેલ્લા 31 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. 15 દિવસ પહેલા જ તેમની મલેરકોટલા ખાતે બદલી કરવામાં આવી હતી.


