- દુબઈના તોફાન અને વરસાદે તોડ્યો 75 વર્ષનો રેકોર્ડ
- રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં પરિવહનને સૌથી વધુ અસર
- હવામાન એજન્સીએ વરસાદને ગણાવી ‘ઐતિહાસિક ઘટના’
Dubai Rain: છેલ્લા કેટલાક દિવસોમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના લોકોએ કુદરતના કહેરનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ આવેલા પૂરને કારણે આરબ લોકોનું જીવન મુશ્કેલ બની ગયું હતું. આ દરમિયાન, રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં UAEમાં પરિવહનને સૌથી વધુ અસર થઈ છે. ઘણી હવાઈ યાત્રાઓ રદ કરવી પડી હતી. એક અંદાજ મુજબ છેલ્લા 75 વર્ષમાં આ રેકોર્ડ બ્રેક વરસાદ છે. દેશની હવામાન એજન્સીએ આ વરસાદને ‘ઐતિહાસિક હવામાન ઘટના’ ગણાવી છે.
બીજી બાજુ, હવે દુબઈનું આકાશ લીલું થઈ જવાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘણા યુઝર્સ આવા હવામાનને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે આ એ સંકેત છે કે દુબઈમાં જોરદાર વાવાઝોડું ત્રાટકશે. વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આકાશનો રંગ રાખોડીથી ઝાંખા લીલામાં ફેરવાઇ રહ્યો છે. આને વરસાદી તોફાનનો સંકેત ગણવામાં આવી રહ્યો છે. 17 એપ્રિલે પોસ્ટ કરાયેલા 23 સેકન્ડના વિડીયોમાં કેપ્શન આપવામાં આવ્યું છે, ‘દુબઈમાં આકાશ લીલું થઈ ગયું. દુબઈમાં આજે આવેલા વાવાઝોડાના વાસ્તવિક ફૂટેજ.
વાદળોમાં છે બરફના કણ
એક મીડિયા અહેવાલમાં, વાદળોમાં બરફના ટીપાંને કારણે રંગમાં ફેરફારનું કારણ ગણાવવામાં આવ્યું છે. નેશનલ વેધર સર્વિસના અધિકારીઓને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘તોફાનના વાદળોમાં બરફના કણો હોય છે જે આકાશને લીલું બનાવી દે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જ્યારે વાતાવરણમાં વિખરાયેલી લાલ રોશની વાદળોમાં વાદળી પાણીના ટીપાં પર પડે છે ત્યારે તે લીલો ચમકતો દેખાય છે.
આકાશ ક્યારે બની જાય છે લીલું?
હવામાન વિભાગને ટેકો આપતા, યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનનો એક અહેવાલ જણાવે છે કે ‘જ્યારે વાદળી વસ્તુઓને લાલ પ્રકાશથી પ્રકાશિત થાય છે, ત્યારે તે લીલા રંગની દેખાય છે. લીલો રંગ મહત્વપૂર્ણ છે, પરંતુ તે એ વાત સાબિત નથી કરતો કે ટોર્નેડો આવી રહ્યો છે.
દુબઈમાં ખોરવાઇ ગઈ હવાઈ મુસાફરી
અહેવાલો મુજબ, લીલો રંગ ત્યારે જ દેખાય છે જ્યારે વાદળ ખૂબ ઘેરા હોય, જે સામાન્ય રીતે માત્ર ગરજ વાળા વાદળોમાં જ થાય છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને દુબઈ ઈન્ટરનેશનલે મુસાફરોને એરપોર્ટ પર ન આવવાની સલાહ આપી છે અને કહ્યું છે કે ફ્લાઈટમાં વિલંબ અને ડાયવર્ટ કરવામાં આવી રહી છે.


