- ચાર્જશીટ, સાક્ષીઓના નિવેદન જોતા બંને આરોપીઓ સામે પ્રથમદર્શીય કેસ બને છે : કોર્ટ
- વાઇસ ચેરમેન મોગજી ધનજીભાઇ પટેલે કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી હતી
- આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરાય તેટલા પુરાવા છે ત્યારે આરોપીઓને કેસમાંથી ડિસ્ચાર્જ કરવા ન્યાયોચીત જણાતું નથી
દૂધસાગર ડેરીના કરોડોના કૌભાંડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન આશાબહેન મહિપાલસિંહ ઠાકોર અને વાઇસ ચેરમેન મોગજી ધનજીભાઇ પટેલને કેસમાંથી બિન તહોમત છોડી મુકવા કેરલી અરજી એસીબી કોર્ટના ખાસ જજ વી.બી. રાજપુતે ફગાવી દીધી છે. કોર્ટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના 18 ચુકાદા ટાંકતા નોંધ્યું હતું કે, ચાર્જશીટ અને સાક્ષીઓના નિવેદન જોતા બન્ને આરોપીઓ સામે પ્રથમ દર્શિય કેસ બને છે, આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરાય તેટલા પુરાવા છે ત્યારે આરોપીઓને કેસમાંથી ડિસ્ચાર્જ કરવા ન્યાયોચીત જણાતું નથી. બીજી તરફ્ પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ સરકારની મંજૂરી વગર ચાર્જશીટ કર્યુ હોવાથી પરત મોકલવા માટે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે.
દૂધ સાગર ડેરીના કરોડોના કૌભાંડમાં ચાર્જશીટ બાદ ચેરમેન આશાબહેન મહિપાલસિંહ ઠાકોર અને વાઇસ ચેરમેન મોગજી ધનજીભાઇ પટેલે કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી હતી. જેમાં બન્ને તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કેસમાં કોઇ ભાગ ભજવ્યો નથી, ફ્ક્ત તેઓ ચેરમેન અને વાઇસ ચેરમેન હોવાથી આરોપી બનાવ્યા છે, ફરિયાદમાં 30 આરોપીઓ હોવા છતા ફ્ક્ત ચાર આરોપીઓ સામે જ ચાર્જશીટ કરવામાં આવી છે, ચાર્જશીટ જોતા બન્ને આરોપીઓનો કોઇ જ રોલ નથી, જેથી તેમને બેનીફીટ ઓફ્ ડાઉટ મળવા પાત્ર છે તેતી તેમને કેસમાંથી બિનતોહમત છોડી મુકવા જોઇએ.


