- રોડના અભાવે એમ્બ્યુલન્સ દર્દી સુધી ન પહોંચી શકી
- પોશીના તાલુકામાં બિમાર મહિલાને ઝોળીમાં લાવવી પડી
- ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાનો અભાવ જોવા મળ્યો
108 એમ્બ્યુલન્સને વિકાસનો અભાવ નડ્યો છે. જેમાં રોડના અભાવે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી શકી નથી. જેમાં પોશીના તાલુકામાં બિમાર મહિલાને ઝોળીમાં લાવવી પડી હતી. ગ્રામ્ય વિસ્તારમાં રોડના અભાવે હાલાકી પડી રહી છે. મહિલાને બિમાર થતા 3 કિમી ઝોળીમાં લઇ જવી પડી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાનો અભાવ જોવા મળ્યો
પોશીના તાલુકામાં મહિલાને ઝોળીમાં નાખી લઈ જતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સાબરકાંઠા જિલ્લાનું પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાનો અભાવ જોવા મળ્યો છે. રોડ અને રસ્તાના અભાવે દર્દીઓને હાલાકીથી લઇ જવા સ્થાનિકો મજબૂર બન્યા છે. પડાપાટ ગામના ટીપુબેન બિમાર થતા ત્રણ કિલોમીટર ઝોળીમાં ઉચકી લઈ જવાયા હતા. ત્રણ કિલોમીટર ચાલીને 108 એમ્બ્યુલન્સ પાસે પહોંચ્યા હતા.
દર્દીને લઈ જવા માટે આસપાસના લોકોને બોલાવવા પડે છે
દર્દીને લઈ જવા માટે આસપાસના લોકોને બોલાવવા પડે છે. ત્યારે રોડ બનાવવા માટે સ્થાનિક લોકોની ઉગ્ર માંગ છે. રાજ્યમાં હજુ અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ બાદ રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું. બગડી ગયેલાં રસ્તાઓને લીધે જનતાને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં છોટાઉદેપુરમાં તંત્રની બેદરકારીને લીધે 108 એમ્બ્યુલન્સ સેવા પ્રભાવિત થઈ હતી પરિણામે એક પ્રસૂતાને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પાક્કા રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ સેવા પ્રભાવિત થઈ
અગાઉ છોટાઉદેપુરનાં કેવડી ગામે પાક્કા રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ સેવા પ્રભાવિત થઈ હતી. પ્રસૂતાને લેવા આવેલી એમ્બ્યુલન્સ રસ્તાની દયનીય સ્થિતિને લીધે ચઢાણ ન ચડી શકી. ઈમેરજન્સીની આવી સ્થિતિમાં પ્રસૂતાને લેવા આવેલી એમ્બ્યુલન્સને ટ્રેક્ટરથી ખેંચવી પડી હતી. કેવડી ગામે પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાને લીધે પ્રસૂતાને સમયસર સારવાર ન મળી શકી અને તેને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


