- એરટેલ કંપનીના પ્રમોટર સહિત 4ની કરી અટકાયત
- વિદેશી દારૂની હેરાફેરી માટે ડમી કાર્ડનો થતો હતો ઉપયોગ
- એરટેલ કંપનીનો પ્રમોટર ગ્રાહકોના જાણ બહાર બનાવતો કાર્ડ
બનાસકાંઠામાં ડમી સીમકાર્ડ કેસમાં વધુ 4ની અટકાયત કરવામાં આવી છે. જેમાં એરટેલ કંપનીના પ્રમોટર સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. વિદેશી દારૂની હેરાફેરી માટે ડમી કાર્ડનો ઉપયોગ થતો હતો. જેમાં એરટેલ કંપનીનો પ્રમોટર ગ્રાહકોના જાણ બહાર કાર્ડ બનાવતો હતો.
ગ્રાહકોના બીજી વાર ફિંગર પ્રિન્ટ લઈ ડમી સીમકાર્ડ બનાવતો
ગ્રાહકોના બીજી વાર ફિંગર પ્રિન્ટ લઈ ડમી સીમકાર્ડ બનાવતો હતો. ત્યારે પાલનપુર LCB પોલીસે ડમી સીમકાર્ડ વેચવાના રેકેટમાં સંડોવાયેલા 4 લોકોની અટકાયત કરી છે. ડમી કાર્ડનો વિદેશી દારૂની હેરાફેરી માટે ઉપયોગ થતો હતો. જેમાં LCB પોલીસે એરટેલ કંપનીના પ્રમોટર સહિત 4 શખ્સોની અટકાયત કરી વધુ પુછપરછ કરી છે. એરટેલ કંપનીનો પ્રમોટર સાહિલ મીર ગ્રાહકોની બીજી વખત ફિંગર પ્રિન્ટ લઈ તેમની જાણ બહાર જ તેમના નામનું સીમકાર્ડ બનાવી લેતો હતો.
દારૂબંધીને હાંસીને પાત્ર બનાવતા બુટલેગરો બેફામ બન્યા
રાજ્યમાં દારૂબંધીને હાંસીને પાત્ર બનાવતા બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાંથી વાંરવાર વિદેશી દારૂ ઝડપાતો રહે છે. ગુજરાતના બનાસકાંઠામાં અમીરગઢ પાસે દારૂની હેરાફેરીનો એક મામલો સામે આવ્યો હતો, જેમાંથી ડમી સીમ કાર્ડનું કૌભાંડ બહાર આવતા પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ છે. બનાસકાંઠા અમીરગઢ પાસે દારૂની હેરાફેરી કેસમાં એક અલગ જ એંગલ સામે આવ્યો છે. જ્યા દારૂની હેરાફેરીના કેસમાં ડમીસીમ કાર્ડનું કૌભાંડ ફૂટ્યું છે. અમીરગઢ પાસેથી 26.75 લાખનો દારૂ ભરેલી ટ્રકની તપાસ દરમિયાન ટ્રકના ડ્રાઈવરની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સમગ્ર ડમી સિમકાર્ડ પ્રકરણ બહાર આવ્યું.


