- વુમેન્સ પ્રીમિયર લીગ 2024ની રમાઈ રહી છે છઠ્ઠી મેચ
- એલિસા હીલીએ તેને પીચ તરફ જતા રોક્યો
- મેચમાં UPએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 7 વિકેટે જીત મેળવી હતી
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)મેચ દરમિયાન આશ્ચર્યજનક નજારો જોવા મળ્યો હતો.UP-મુંબઈ મેચ દરમિયાન એક વ્યકિત અચાનક મેદાનમાં ઘુસી ગયો હતો. તે સુરક્ષાકર્મીઓને ચકમો આપીને પીચની નજીક પહોંચી ગયો.આ જોઈને UPની કેપ્ટન એલિસા હીલીએ તેને રોક્યો. એલિસાએ તેને પીચ પર જવા દીધો ન હતો.બેંગ્લોરમાં રમાયેલી મેચ માટે UPએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન મુંબઈની ટીમ પ્રથમ બેટિંગ માટે મેદાનમાં પહોંચી હતી.
સુરક્ષાનો ભંગ
મુંબઈની ઈનિંગ દરમિયાન એક વ્યક્તિ સુરક્ષાનો ભંગ કરીને મેદાનમાં પહોંચ્યો હતો. આ જોઈને એલિસા હીલીએ પીચની નજીક પહોંચતા જ તેને રોકી દીધો. અહેવાલો અનુસાર, એલિસાને લાગ્યું કે તે પિચને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણોસર તેને તરત જ રોકી દેવામાં આવ્યો અને ત્યારબાદ સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા.આ પહેલા પણ ક્રિકેટ મેચોમાં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.ટીમ ઈન્ડિયાની એક મેચમાં રોહિત શર્માનો ફેન મેદાનમાં પહોંચી ગયો હતો. વિરાટ કોહલીના એક પ્રશંસકે પણ આવું કર્યું હતુ.
વુમન્સ પ્રીમિયર લીગ મેચ
મુંબઈએ UP સામે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. આ દરમિયાન હિલી મેથ્યુસે 47 બોલમાં 55 રન બનાવ્યા હતા. તેમણે 9 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. યસ્તિકા ભાટિયાએ 26 રનનું યોગદાન આપ્યું હતું. વોંગે 6 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા.UPએ 16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કિરણ નવગીરે 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. તો 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.


