મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે દશેરાની પૂર્વ સંધ્યાએ સોના-ચાંદીના ભાવ ઉંચા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. ભાવ નીચા ઉતરતાં દશેરાની મોસમી માગ અપેક્ષાથી વધુ રહેવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર વધ્યા મથાળેથી ઘટાડો બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૯૬૯થી ૧૯૭૦ થઈ ૧૯૭૭થી ૧૯૭૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના નીચામાં ૨૩.૦૩ થઈ ૨૩.૧૧થી ૨૩.૧૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૬૦૫૨૦ વાળા રૂ.૬૦૩૬૯ થઈ રૂ.૬૦૪૫૫ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૮૪૦ વાળા રૂ.૬૦૬૧૨ થઈ રૂ.૬૦૬૯૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૭૨૪૫૦ વાળા રૂ.૭૪૨૮૬ ખુલી રૂ.૭૨૦૯૪ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, ગયા વર્ષે દશેરા વખતે સોનાના ભાવ રૂ.૫૦૮૦૦ રહ્યા હતા તથા ૧૦ વર્ષ અગાઉ દશેરા વખતે ભાવરૂ.૨૮૩૫૦ રહ્યા હતા. આ જોતાં દશેરા-ટુ-દશેરા ગણીએ તો એક વર્ષમાં સોનાના ભાવમાં આશરે રૂ.૯૭૦૦થી ૯૮૦૦ જેટલી વૃદ્ધી જોવા મળી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. હતા. ૧૦ વર્ષના ગાળામાં આવી ભાવ વૃદ્ધી આશરે રૂ.૩૨૧૫૦થી ૩૨૨૦૦ જેટલી નોંધાઈ છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૮૯૦ થઈ ૯૦૨થી ૯૦૩ ડલોર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૮૮ થઈ ૧૧૨૪થી ૧૧૨૫ ડોલર રહ્યા હતા. વૈસ્વિક કોપરના ભાવ આજે નજીવી ભાવ વૃદ્ધી બતાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ નરમ હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૯૧.૦૮ થઈ ૯૨.૦૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૬.૮૩ થઈ ૮૭.૮૪ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ ઘટી રૂ.૭૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૬૨૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૭૦૦ બોલાઈ રહ્યા હતા.