- 20 કરોડ સુધીના ટર્નઓવરવાળા વેપારીઓના બોગસ બિલિંગ અટકાવવા નિયમ
- ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનની સિસ્ટમનો 20 નવેમ્બરથી અમલ શરૂ થશે
- અત્યાર સુધી તેમાં ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન રાખવામાં આવ્યું નહોતું
બોગસ બિલિંગના કિસ્સા અટકાવવા માટે 20 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીએ હવે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ જીએસટી પોર્ટલ પર ઇ-ઇન્વોઇસ અને ઇ-વે બિલ બનાવી શકશે. આ નિયમ આગામી 20 નવેમ્બરથી લાગુ કરવામાં આવનાર છે. પરંતુ તે માટેની તૈયારી જીએસટી વિભાગે અત્યારથી જ શરૂ કરીને પોર્ટલ પર તેની શરૂઆત કરી દીધી છે. જેથી વેપારીઓને તેને સમજવાનો પૂરતો સમય મળી રહેશે.
20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારે જીએસટી પોર્ટલ પરથી જ ઇ-ઇન્વોઇસ અને ઇ-વે બિલ બનાવવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુધી તેમાં ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન રાખવામાં આવ્યું નહોતું. જ્યારે 20 નવેમ્બરથી ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન ફરજિયાત લાગુ કરવામાં આવનાર છે. આ માટે જીએસટી પોર્ટલ પર સુવિધા શરૂ પણ કરી દેવામાં આવી છે. તેના કારણે વેપારીઓ અત્યારથી જ તે નિયમ પ્રમાણે ઇ-ઇન્વોઇસ અને ઇ-વે બિલ બનાવતા થઇ જાય તો આગામી 20 નવેમ્બરથી તેને લાગુ કરવામાં આવે તો વેપારીઓને તકલીફ નહીં પડે તે રીતની વ્યવસ્થા હાલ તો ઊભી કરી દેવામાં આવી છે.


