- પંથકના ધો. 6થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે
- 25 એકર જમીનમાં શાળા-હોસ્ટેલની અદ્યતન સુવિધા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું હતુ
સંખેડા તાલુકાના બહાદરપુર ગોલાગામડી વચ્ચે નવનિર્માણ પામેલ ધો. 6થી 12ના વિદ્યાભ્યાસ માટે જવાહર નવોદય વિદ્યાલયનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરાયું હતુ.
વિદ્યા સંકુલ 25 એકર જેટલા વિસ્તારમાં સ્કૂલનું બાંધકામ કરાયું છે જેમાં નવા સત્રથી 176 જેટલા ધો. 6થી 12ના વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ કરે તે માટે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરાયું છે. સંખેડા તાલુકાના બહાદરપુરથી ગોલાગામડી વચ્ચે નવનિર્માણ બનેલ છોટાઉદેપુર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય જે પહેલા કવાંટ તાલુકાના જીએમડીસી ખાતે શરૂઆત કરાઇ હતી. વર્ષ 2021-22માં જવાહર નવોદય વિદ્યાસંકુલ બનાવવાનો પ્રારંભ કરાયો હતો. જે 25 એકર જેટલી જમીનમાં ખૂબ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ માટે સરકાર તત્પર રહેતા તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ થાય તે રીતેનું બાંધકામ કરાયું છે. સંકુલના મધ્યમાંથી પસાર થતી જોજવા માઇનોર કેનાલને પણ ભૂંગળા દ્વારા કવર કરી અંડર ગ્રાઉન્ડ પસાર કરી કોઈ વિદ્યાર્થીને તેમજ કોઈને જોખમરૂપ ન બને તેને ધ્યાને લઈ અને માત્ર સ્કૂલ અને હોસ્ટેલ તેમજ રમત ગમતની પણ ખૂબ વિશાળ જગ્યામાં સુવિધાઓ ઊભી કરાઇ છે. ઉદઘાટનમાં પધારેલ મુખ્ય મહેમાન છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર કલેક્ટર અનિલ ધામેલીયા તેમજ સંખેડા ધારાસભ્યના પુત્ર દેવાંગ તડવી તેમજ જિલ્લા સભ્ય સહિતના મહાનુભાવ હાજર રહ્યાં હતા.


