મોરબીમાં વાહનોના બાકી ઈ-મેમો અનુસંધાને લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તે અગાઉ મોરબી જીલ્લા પોલીસ દ્વારા લોકોને તેના વાહનોના બાકી ઈ-મેમોની ઓનલાઇન તથા જણાવેલ સ્થળોએ રૂબરૂ જઈને ભરી જવા યાદીમાં જણાવાયું છે.
મોરબી જીલ્લા પોલીસની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબીમાં ઈ-મેમો બાકી છે? તો હવે ચેતી જજો કેમ કે ઇ-મેમો ભરવા માટે આગામી તા.૨૨ જૂન ૨૦૨૪ના રોજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબી દ્વારા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (નાલ્સા, સુપ્રિમ કોર્ટ), દિલ્હીના નેજા હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
વધુમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે કે લોક અદાલત પૂર્વે વાહનોના ટ્રાફીક ચલણની રકમ તા.૨૨ જૂન ૨૦૨૪ સુધીમાં અથવા તે પહેલાં ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ પોલીસ અધિક્ષકની કચેરી, મોરબી જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી), શનાળા પોલીસ ચોકી ઉપરના માળે છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં શનાળા રોડ મોરબી-૧, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન, જયારે મોરબી જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, ડિસ્ટ્રીક કોર્ટમાં (ફકત લોક અદાલત તા.૨૨/૦૬/૨૦૨૪ ના દિવસે જ ભરી શકાશે.) તેમજ ઓનલાઈન ઈ-મેમો ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અથવા https://echallanpayment.Gujarat.gov.in ની લિંક પરથી બાકી ઈ-મેમો માટે ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે. ઇ-મેમો બાબતે કોઇ પ્રશ્ન હોય તો ટેલીફોન નં.૦૨૮૨૨-૨૪૨૬૨૫ અથવા ઇ-મેઈલ ccc-morbi@Gujarat. rowin પર સંપર્ક કરી શકો છો તેમ યાદીમાં જણાવાયું છે.