- 21 જુલાઈ પૃથ્વી પર સૌથી ગરમ દિવસ રહ્યો
- પૃથ્વીનું તાપમાન દર વર્ષે સતત વધતુ હોવાનો રિપોર્ટમાં દાવો
- ગત વર્ષનું પૃથ્વી પરનો સૌથી ગરમીનો રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો
21 જુલાઈએ પૃથ્વીનો સૌથી ગરમ દિવસ હતો. જેને ગત વર્ષનૌ ગરમીનો રેકોર્ડ તોડી દીધો છે. યુરોપિયન સંઘની એક સંસ્થાએ આ અંગે રિપોર્ટ જાહેર કર્યો છે. કે રવિવાર એટલે કે 21 જુલાઈએ ગ્લોબર એવરેઝ સર્ફેસ એર ટેમ્પ્રેચર 17.09 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. સતત આ રીતે વધતી ગરમી ચિંતાનો વિષય બની ગઈ છે.
યુરોપમાં આવેલી જળવાયુ ટ્રેકિંગ એજન્સી પ્રમાણે વર્ષ-1940 પછી 21 જુલાઈને પૃથ્વીનો સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયો છે. ગત વર્ષે છઠ્ઠી જુલાઈએ વર્ષની સૌથી વધુ ગરમી પડી હતી. જેને 21 જુલાઈએ આ તાપમાને તોડી દીધી છે. જો કે બંને તાપમાનમાં થોડુંક અંતર છે. છ જુલાઈએ પૃથ્વીનું તાપમાન 17.08 ડિગ્રી હતી.
સતત 13 મહિના સુધી ગરમ મહિના
પૃથ્વીનું આ રીતે ગરમ રહેવું કોઈ નવી વાત નથી કારણ કે, 20મી શતાબ્દિમાં આશરે 550 મહિના પૃથ્વીનું તાપમાન વધુ રહેતું હોય છે. આ વાત હેરાન કરનારી અને ઘણી ચિંતાજનક છે. કેટલાક દિવસ પહેલા અમેરિકામાં ભીષણ ગરમીમાં તપી રહ્યું હતું. આ વર્ષે અમેરિકાની સાથે વિશ્વભરમાં રેકોર્ડ તોડનારી ગરમી પડી રહી છે. કોપરનિકસ કલાઈમેન્ટ ચેંજ સર્વિસના આંકડા પ્રમાણે આ વર્ષનો સૌથી જૂનનો મહિનો સતત ગરમ મહિનો રહ્યો છે. આ મહિને પૃથ્વીનું તાપમાન રેકોર્ડ સ્તરે રહ્યું હતું. આ આંકડા ગત એક વર્ષના તાપમાનના આધારે બતાવવામાં આવ્યું છે.


