- કચ્છમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- રાપર પાસે હતું ભૂકંપનું કેન્દ્ર બિંદુ
- સાંજે 7.41 કલાકે ભૂકંપનો આંચકો
છેલ્લા કેટલાય સમયથી ભારત સહિત દુનિયાભરમાં એક પછી એક ભૂકંપ અનુભવાઈ રહ્યા છે. જેમાં, ગુજરાતની ધરતી પણ બાકાત નથી ત્યારે આજે ફરી એકવાર ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. હજુ થોડા દિવસ પહેલા જ ગત 17 એપ્રિલના રોજ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે આજે ફરીથી ભૂકંપ અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, આજે કચ્છમાં 3.2ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપ નું કેન્દ્ર રાપર પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે. તો સાંજે 7.41 કલાકે અનુભવાયેલા હળવા ભૂકંપના આંચકાને કારણે હાલ તો કોઈ જાનમાલના નુકશાનની કોઈ જ માહિતી નથી.
17 એપ્રિલના રોજ પશ્ચિમ કચ્છમાં અનુભવાયો હતો ભૂકંપ
મહત્વનું છે કે ગત 17 એપ્રિલના રોજ કચ્છના સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ કચ્છના વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. બપોરના 2.51 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તો તેના બે દિવસ પહેલા પણ પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.આજે સવારે ફરી પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તા ખાવડા પાસે આંચકો અનુભવાયો હતો.
4થી વધુ તીવ્રતાના આંચકાથી લોકોમાં ભય
કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.
જાણો ભૂકંપ અને સુનામી વચ્ચેનો સંબંધ
સમુદ્રી તટ પર જ્યારે ભૂકંપ અથવા તો કોઈ કારણોસર ધરતી પર ભારે ધ્રુજારી થાય છે ત્યારે પાનીની કોલમ ખસકવા લાગે છે. આ બાદ વાઈબ્રેશનથી 500 કિમી/કલાકની સ્પીડથી લહેર પેદા થાય છે. જ્યારે આ લહેર કિનારાની તરફ વધે છે ત્યારે તેની સ્પીડ ઓછી થવા લાગે છે પણ ઊંચાઈ ઘણી વધારે હોય છે. જેના કારણે લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દુનિયાની 80% સુનામી પ્રશાંત મહાસાગરનાં રિંગ ઓફ ફાયર ઝોનમાં આવે છે. ભૂકંપ અને જ્વાલામુખીનાં લીધે આ ક્ષેત્ર વધુ સક્રિય ક્ષેત્ર છે. તેથી આસપાસનાં વિસ્તારમાં સૌથી વધારે સુનામી આવે છે. પાણીની અંદર સુનામીની સ્પીડ ઉપરની સપાટીની સરખામણી ઘણી વધારે હોય છે.


