આજે જાપાનમાં પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. જાપાનના હોક્કાઇડો કિનારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી. જાપાન હવામાન એજન્સી (JMA) એ ભૂકંપની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ગુરુવારે (19 જૂન) જાપાનના હોક્કાઇડો પ્રદેશમાં નેમુરો દ્વીપકલ્પની દક્ષિણમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 42.8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 146.4 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જોવા મળ્યું હતું. જોકે હજુ સુધી સુનામીની કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ભૂકંપના જોરદાર આંચકાથી આ વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
USGS અનુસાર, આગળના દિવસોમાં પણ ભૂકંપ આવ્યો હતો. જંની તાવ્રતા 5.9 નોંધાઈ હતી. બુધવાર, 18 જૂનના રોજ, નેમુરોથી લગભગ 107 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 14.9 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો. તમને જણાવી દઈએ કે જાપાનમાં ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફતની આગાહી છે. તેથી, જાપાન સરકાર અને ભૂકંપ વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરી છે. લોકોને કોઈ પણ પ્રકારના સંકટ સામે લડવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2011 માં 9ની તીવ્રતાનો ભૂંકંપ આવ્યો હતો, જેમાં આવેલા સુનામીમાં જાપાનના 15,000 લોકોના જીવ ગયા હતા.
ભારતના અરુણાચલમાં ભૂકંપનો આંચકો
જણાવી દીએ કે ગઈ રાત્રે ભારતના અરુણાચલ પ્રદેશમાં પઁણ ભૂકંપ આવ્યો હતો, જેમાં રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ કામંગ ક્ષેત્રમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. આ પહેલા બુધવારે બપોરે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 હતી. જો કે કોઈ નુકસાનની માહિતી મળી નથી.