- દિલ્હીમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો
- દિલ્હીમાં વારંવાર આવી રહ્યા છે ભૂકંપ
- 2.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
દિલ્હીમાં વધુ એકવાર ભૂકંપનો ઝાટકા અનુભવાયા છે. ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. 2.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે એક બાદ એક ભૂકંપના હળવા આંચકા અનુભવાયા . ભૂકંપનું કેન્દ્ર જમીનમાં 10 કિમી અંદર નોંધાયુ હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી હતી..NCS અનુસાર, શનિવારે બપોરે લગભગ 15.36 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર દિલ્હીમાં હોવાનું કહેવાય છે. જો કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ક્યાં આવ્યો ભૂકંપ ?
મોડલ ટાઉન, નરેલા, અલીપુર સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા બાદ દિવાળીની તૈયારી કરી રહેલા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અને દરેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા 6 નવેમ્બરે પણ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. નેપાળ પણ ભૂકંપનું કેન્દ્ર હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી.