જાપાનમાં ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે, રિક્ટર સ્કેલ પર જેની તીવ્રતા 6.6 હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. EMSCનું કહેવું છે કે જાપાનના ક્યુશુમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી. EMSCએ જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ 37 કિલોમીટર (23 માઇલ) હતી. જો કે અત્યાર સુધી આ ભૂકંપના ઝટકાના કારણે કોઈ નુકસાન, ઈજા કે જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી.
તિબેટમાં ભૂકંપે મચાવી હતી ભારે તબાહી
તમને જણાવી દઈએ કે આ પહેલા 7 જાન્યુઆરીએ તિબેટમાં ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. 7.1ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 126 લોકોના મોત થયા હતા અને લગભગ 188 લોકો ઘાયલ થયા હતા. જ્યારે ભૂકંપ બાદ 30,000થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. એકલા શિગાત્સેમાં 3,609 ઈમારતો ધરાશાયી થઈ હતી. આ ભૂકંપ તિબેટના ડિંગરી કાઉન્ટીમાં આવ્યો હતો.
જાપાનમાં કેમ આટલા બધા ભૂકંપના ઝટકા આવે છે?
જાપાન પેસિફિક બેસિનમાં સ્થિત છે. અહીં ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાતી રહે છે. આ વિસ્તારને રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તાર જ્વાળામુખી અને ભૂકંપનો સૌથી સક્રિય વિસ્તાર છે. આ પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.
જાપાનમાં 2004માં ભૂકંપે વિનાશ સર્જ્યો હતો
જાપાનના ઈતિહાસમાં ભૂકંપનો ભયંકર રેકોર્ડ રહ્યો છે. 2004માં આવેલા ભૂકંપ પછી આવેલી સુનામીમાં હજારો લોકોના જીવ ગયા હતા. હજારો લોકો બેઘર થઈ ગયા અને માત્ર જાપાન જ નહીં, પણ આખી દુનિયા આજ સુધી તે ઘાને ભૂલી શકી નથી.


