- ઉત્તરખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- દહેરાદૂનના ગ્રામ્ય વિસ્તાર સુધી કંપન્ન
- સિસ્મોલોજી સેન્ટરે ટ્વિટ કરીને માહિતી આપી
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરૂવારે વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી ઊઠી હતી. ઉત્તરાખંડના મહાનગર દહેરાદૂનથી 140 કિમી સુધી આની અસર થઈ હોવાનું રીપોર્ટમાંથી જાણવા મળે છે. આ ભૂકંપની તીવ્રતા 3.1 હોવાનું જાણવા મળી રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર દહેરાદૂનના ગ્રામ્ય વિસ્તાર સુધી આની અસર અનુભવાઈ હતી. જોકે, તીવ્રતા ઓછી હોવાને કારણે ખાસ કોઈ અસર જોવા મળી નથી.
ઉત્તરાખંડની ધરા ધ્રુજી
જોકે, ઉત્તરાખંડમાં અચાનક ભૂકંપ થયો હોવાની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવેલા ભૂંકપને કારણે ધરા ધ્રુજી ઊઠી છે. એક રીપોર્ટ અનુસાર ઉત્તરાખંડમાં સૌથી વધારે પ્લેટોનિક ફેરફારો થઈ રહ્યા છે. જમીનની અંદર થતી સતત ચહલપહલની અસર એક ચોક્કસ સમયગાળા બાદ ભૂકંપ રૂપે જોવા મળી રહી છે. આ કંપન્નને કારણે ઈમારતોમાં રહેલી તીરાડ મોટી થઈ હતી. જોકે, આ ઘટનાને કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના કોઈ રીપોર્ટ સામે આવ્યા નથી. સિસ્મોલોજી સેન્ટર તરફથી એક માત્ર ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સેન્ટરે જણાવ્યું હતું કે, રાત્રીના 2થી 3 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી.
10 કલાક ચાલ્યું રેસક્યૂ ઑપરેશન
આ સિવાય અન્ય ઘટના પર નજર કરીએ તો ઉત્તરાખંડમાં સતત બીજા દિવસ સુધી રેસક્યૂ ઑપરેશન ચાલું રહ્યું હતું. જુદી જુદી સાઈટ પરથી ડ્રિલિંગ કામ કરીને શ્રમિકોને બચાવવા માટે અભિયાન શરૂ કરાયું હતું. ઉત્તરકાશી ડિસ્ટ્રીક મેનેજમેન્ટના અધિકારી અભિષેક રહુલાએ જણાવ્યું હતું કે, 10 કલાક સુધી રેસક્યૂ ઑપરેશન ચાલ્યું હતું. ખાસ તો કાટમાળ દૂર કરીને લોકોને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. જેમા મોટાભાગનો સમય ખર્ચાયો હતો.