- દિલ્હી – NCR માં ભૂકંપના તીવ્ર આંચકાથી ધરા ધ્રુજી
- 6.4ની તીવ્રતાથી ધ્રૂજી રાજધાની દિલ્હી
- દિલ્હી, નોઈડા, ઉ.પ્રદેશમાં આંચકા અનુભવાયા
દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકો અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4ની માપવામાં આવી છે. સિસ્મોલોજીકલ ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ નેપાળમાં આ ભૂકંપણું કેન્દ્ર હતું. સમગ્ર દિલ્હી એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રાત્રે 11.32 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
મહત્વનું છે કે, ભૂકંપના આંચકા અત્યંત તીવ્ર હોવા છતાં હાલ જાનમાલના કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી. લગભગ એક મિનિટ સુધી અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 22 ઓકટોબરના રોજ દિલ્હી એનસીઆર સહિત વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી.