- કારગિલમાં રાત્રે 09:35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા
- નેશનલ સિસ્મોલોજી સેન્ટર મુજબ 5.2ની તીવ્રતાનો ભૂકંપ
- ભૂકંપને કારણે હાલ કોઈ જાનમાલના નુકસાન નથી થયું
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં સોમવારે 19 ફેબ્રુઆરીના રોજ રાત્રે 09:35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 હતી. ભૂકંપનું કેન્દ્ર કારગિલથી ઉત્તર-પશ્ચિમમાં 148 કિલોમીટર દૂર હતું. ભૂકંપની ઊંડાઈ સપાટીથી 10 કિલોમીટર નીચે હતી.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પોલીસે હાલ તો કોઈ નુકસાન અંગે કોઈ માહિતી આપી નથી. લદ્દાખમાં રવિવાર રાતથી જ હિમવર્ષા થઈ રહી છે. સ્થાનિક મીડિયા અનુસાર શ્રીનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મહત્વનું છે કે આ પહેલા શુક્રવારે 16 ફેબ્રુઆરીના રોજ પણ જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. શુક્રવારે શ્રીનગર અને ગુલમર્ગ સહિત કેટલાક ભાગોમાં રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


