- 11 કલાક ટ્રેન રોકાતા 1400 યાત્રીઓ ફસાયા
- રશિયા અને સાઉથ કોરિયામાં પણ ભૂકંપના કારણે એલર્ટ
- 7.6ની તીવ્રતાના ભૂકંપે જાપાનમાં નોતર્યો વિનાશ
દુનિયાભરમાં પોતાની સ્પીડ અને સમયની પાબંધીને માટે જાણીતી જાપાની બુલેટ ટ્રેન નવા વર્ષે ભૂકંપના કારણે થંભી ગઈ. જ્યારે ભૂકંપના કારણે 4 ટ્રેનની સર્વિસને રોકવામાં આવી ત્યારે અનેક યાત્રીઓ પરેશાન થયા. ભૂકંપ બાદ મધ્ય જાપાનના શહેર ટોયામા અને કનાજાવાની વચ્ચે હાઈ સ્પીડ ટ્રેનો અટકી ગઈ હતી.
11 કલાક સુધી ફસાયેલી રહી બુલેટ ટ્રેન
મળતી માહિતિ અનુસાર ભૂકંપના કારણે 11 કલાકથી વધારે સમય સુધી ફસાયા બાદ 2 ટ્રેન મંગળવારે સ્થાનિક સમયાનુસાર 4 વાગે ટોયામા સ્ટેશને પહોંચી. વિપરિત દિશામાં જતી અન્ય 2 ટ્રેન ઈશિવાકા પ્રાંતના કનાજાવા સ્ટેશન પર પહોંચી હતી. મળતી માહિતિ અનુસાર જ્યારે ટ્રેન રોકવામાં આવી ત્યારે લગભગ 1400 મુસાફરો તેમાં ફસાયા હતા. જો કે કોઈને તકલીફ થયાના સમાચાર સામે આવ્યા નથી.
રસ્તા પર પડી તિરાડો, રેસ્ક્યૂમાં પણ આવી મુશ્કેલીઓ
ભૂકંપની તીવ્રતાને જોતા જાપાનમાં તરત જ સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી હતી. આ પછી જાપાનના સમુદ્ર ક્ષેત્રમાં 5 ફીટ ઊંચી લહેરો જોવા મળી. આ ભૂકંપના કારણે જાપાનના અનેક મુખ્ય હાઈવે પણ બંધ કરવા પડ્યા. ડોક્ટર અને સેનાના જવાનો સહિત રેસ્ક્યૂ અભિયાનમાં ફસાયેલો લોકો અલગ અલગ જગ્યાઓએ ફસાયા. આ સડકો પર પણ મોટી તિરાડો જોવા મળી હતી.
રશિયા અને સાઉથ કોરિયામાં પણ અપાયું એલર્ટ
જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ રેસ્ક્યૂ ટીમને ખાસ જગ્યાઓએ પહોંચવાનો આદેશ આપ્યો છે. જાપાનમાં શક્તિશાળી ભૂકંપ બાદ રશિયા, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયામાં પણ સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી. રશિયાના પશ્ચિમ તટ અને પ્રિમોર્સ્ક અને ખાબરોવસ્ક વિસ્તારોમાં સુનામીનો ખતરો છે.
33,000થી વધુ ઘરોએ વીજળી ગુમાવી, 8ના મોત
સરકારના પ્રવક્તા યોશિમાસા હયાશીએ જણાવ્યું હતું કે ભૂકંપથી ઓછામાં ઓછા છ મકાનોને નુકસાન થયું છે અને લોકો અંદર ફસાયા છે. તેમણે જણાવ્યું હતું કે ઇશિકાવા પ્રીફેક્ચરના વાજિમા શહેરમાં આગ ફાટી નીકળી હતી અને 33,000 થી વધુ ઘરોએ વીજળી ગુમાવી. આ સાથે ભૂકંપમાં અત્યાર સુધી 30 લોકોના મોત થયાનું પણ જાણવા મળ્યું છે.


