- મેક્સિકો સિટીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી
- ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 2.03 કલાકે આવ્યો
ગુરુવારે મોડી રાત્રે મેક્સિકો સિટીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. ભૂકંપથી મેક્સિકો સિટીની ઇમારતો હચમચી ઉઠી હતી. લોકો ઈમારતોની બહાર દોડીને રસ્તાઓ પર એકઠા થતા જોવા મળ્યા હતા. સમગ્ર રાજધાનીમાં ભૂકંપના એલાર્મ વાગવા લાગ્યા. હાલ કોઈ પણ પ્રકારના નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી.
ભૂકંપ બપોરે 2.03 કલાકે આવ્યો
યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 2.03 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર પુએબ્લા રાજ્યમાં મેક્સિકો સિટીથી લગભગ 200 કિલોમીટર દક્ષિણમાં હતું. તેની સૌથી વધુ અસર ચિયાતલા દે તાપિયા ગામ નજીક પડી હતી.
વાનુઆતુમાં સુનામીની ચેતવણી
દક્ષિણ પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં સ્થિત દ્વીપ રાષ્ટ્ર વનુઆતુમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર દેશની રાજધાની પોર્ટ વિલાથી 338 કિલોમીટર દૂર હતું. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે, “આ ભૂકંપ વનુઆતુ અને ન્યૂ કેલેડોનિયાના દરિયાકાંઠે ખતરનાક મોજાઓનું કારણ બની શકે છે.”
વાનુઆતુ ટેકટોનિક પ્લેટોથી બનેલો વિસ્તાર
વાનુઆતુમાં ધરતીકંપ સામાન્ય છે. આ દેશ રીંગ ઓફ ફાયર પર સ્થિત છે. રીંગ ઓફ ફાયર એ ઘણા દેશોની ટેકટોનિક પ્લેટોથી બનેલો સંવેદનશીલ વિસ્તાર છે. અહીં ટેકટોનિક પ્રવૃત્તિ એકદમ સક્રિય છે. રિંગ ઓફ ફાયર ક્ષેત્ર દક્ષિણપૂર્વ એશિયાથી પેસિફિક બેસિન સુધી વિસ્તરે છે. વાર્ષિક વર્લ્ડ રિસ્ક રિપોર્ટ અનુસાર, વાનુઆતુને ધરતીકંપ, તોફાન, પૂર અને સુનામી જેવી કુદરતી આફતો માટે સૌથી વધુ સંવેદનશીલ દેશોમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યું છે.


