- ઈક્વાડોરમાં બ્લેક આઉટને લીધે 18 મિલિયન લોકોને કલાકો સુધી અંધારામાં રહેવાની નોબત આવી
- ટ્રાંસમિશન લાઈન તૂટી જતા વીજળી સંકટ પેદા થયાનો તંત્રનો દાવો
- ઈક્વાડોરની રાજધાનીમાં સબ-વે સિસ્ટમ ઠપ થઈ જતા ટ્રાફિક લાઈટની કામગીરી બંધ
ઈક્વાડોર દેશ પોતાની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે હાઈડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ્સ પર ખૂબ આધાર રાખે છે. આ દરમિયાન બુધવારે ઈક્વાડોરમાં ગંભીર ઊર્જા સંકટ સર્જાયું અને સમગ્ર દેશ અંધકારમાં વિલિન થઈ ગયો હતો. બ્લેક આઉટને લીધે 18 મિલિયન લોકો કલાકો સુધી અંધારામાં રહેલા મજબૂર બન્યાં હતા. ઈક્વાડોરના મંત્રીએ જણાવ્યું કે ટ્રાંસમિશન લાઈન તૂટી જતા વીજળી સંકટ પેદા થયું છે.
પરિસ્થિતિ કથળી ગઈ
બુધવારે સ્થિતિ એવી હતી કે બપોરે રાજધાની ક્કિટોમાં સબ-વે સિસ્ટમ ઠપ થઈ અને ટ્રાફિક લાઈટની કામગીરી બંધ થઈ ગઈ હતી. જેના લીધે ચારેબાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ઈક્વાડોરમાં અંધારપટ પછી તરત જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા, લુકે કહ્યું: “ટ્રાન્સમિશન લાઈનમાં ખામી છે, તેથી સમગ્ર દેશમાં કોઈ પાવર નથી.” ક્વિટોના મેયર પાબ્લો મુનોઝે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “આ ઘટના મોટી હોવી જોઈએ કારણ કે તેણે મેટ્રોને પણ પાવર કટ થઈ ગયો છે. જેની પોતાની અલગ સિસ્ટમ છે.” મળતી માહિતી અનુસાર, કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી. જેના કારણે પરિસ્થિતિ વધુ કથળી ગઈ છે.
વીજ સંકટ ગંભીર બાબત
ઈક્વાડોરમાં કેટલી ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીંની સરકારે લોકોને ઊર્જાનો વપરાશ ઘટાડવાની અપીલ કરી છે. ઈક્વાડોરમાં ઊર્જા સંકટના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દેશની મોટાભાગની ઊર્જા પડોશી કોલંબિયામાંથી આવે છે.
સમસ્યાઓ પહેલા પણ સર્જાઈ છે
ઈક્વાડોરમાં એનર્જી કટોકટી નવી નથી, અગાઉ એપ્રિલમાં પણ અહીં ઊર્જા સંકટ સર્જાયું હતું. દુષ્કાળથી પીડિત એક્વાડોરમાં જળાશયોના જળસ્તરમાં મોટો ઘટાડો થયો હતો. ખાસ કરીને જે જળાશયોમાંથી વીજળી ઉત્પન્ન થાય છે ત્યાં પાણીના સ્તરમાં ભારે ઘટાડો થયો છે.


