- નીરવ મોદી, વિજય માલ્યા અને સંજય ભંડારીને ભારત લાવવામાં આવશે
- NIA, ED અને CBIની સંયુક્ત ટીમ દિલ્હીથી લંડન જઈ શકે છે
- વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સુરક્ષા એજન્સીઓની ટીમનું નેતૃત્વ કરશે
NIA, ED અને CBIની સંયુક્ત ટીમ દિલ્હીથી લંડન જવા રવાના થઈ રહી છે. વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી દ્વારા સુરક્ષા એજન્સીઓની સંયુક્ત ટીમનું નેતૃત્વ કરાશે. ભારતીય ભાગેડુઓ વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારી સામે કાર્યવાહી સુનિશ્ચિત કરવા યુકે સરકાર સાથે મુલાકાત કરશે. આ સંયુક્ત ટીમ બ્રિટનમાં સ્થાનિક એજન્સીઓને મળશે.
બંને દેશ અપરાધિક મામલામાં એકબીજાને મદદ કરશે
ભારત અને યુકે વચ્ચે તાજેતરમાં યોજાયેલી મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (MLAT)નો એક ભાગ છે. આ સંધિ હેઠળ બંને દેશ અપરાધિક મામલામાં એકબીજાને મદદ કરશે. ત્યાંની સરકાર ભારતમાંથી ભાગી ગયેલા અને યુકેમાં છુપાયેલા લોકોની ધરપકડ કરવામાં પુરાવા અને સહકાર આપશે. આ માટે NIA, ED અને CBIની સંયુક્ત ટીમ દિલ્હીથી લંડન જવા રવાના થઈ રહી છે. વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારી જેવા ભારતીય ભાગેડુઓ સામે કાર્યવાહી સુનિશ્ચિત કરવા યુકે સરકાર સાથે મુલાકાત કરશે. સુરક્ષા એજન્સીઓની સંયુક્ત ટીમનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામા આવી રહ્યું છે.
ભારતના ભાગેડુઓને પરત લાવવામાં આવશે
મળતી માહિતી અનુસાર, વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની સંયુક્ત ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ટીમ સૌ પ્રથમ લંડનમાં ‘ભારતીય હાઈ કમિશન’ ઓફિસમા ભારતીય અધિકારીઓ સાથે બ્રિટનમાં સ્થાનિક અધિકારીઓને મળશે. તે પછી નીરવ મોદી, વિજય માલ્યા અને સંજય ભંડારી સહિતના ભારતના વોન્ટેડ ગુનેગારો વિરુદ્ધ પુરાવા અને વિગતો શેર કરવામા આવશે. આ પરથી કહી શકાય કે ભારતના ભાગેડુઓને પરત લાવવામાં આવી શકાય છે.
માલ્યા, નીરવ અને ભંડારીની હાલની સ્થિતિ
હીરાના વેપારી નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકની 6500 કરોડ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડીનો આરોપ છે. ED અને અન્ય તપાસ એજન્સીઓએ અત્યાર સુધીમાં નીરવ મોદીના મામલામાં મોટી કાર્યવાહી કરી ચૂક્યા છે. ત્યાં જ કિંગફિશર એરલાઇન્સના પ્રમોટર વિજય માલ્યાના બેંક ફ્રોડ કેસમાં તપાસ એજન્સીઓએ અત્યાર સુધીમાં તેની 5000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ સિવાય ડિફેન્સ ડીલર સંજય ભંડારી પર પણ હવે સકંજો કસવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર લંડનમાં ભારતીય હાઈ કમિશને આ માટે પહેલાથી જ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. લંડનમાં બેઠેલા અધિકારીઓએ આ મુદ્દે બ્રિટિશ અધિકારીઓ સાથે અનેક રાઉન્ડમાં બેઠકો યોજી છે.


